દુર્ઘટના:જોગવેલમાં કન્ટેનરે બાઈકને અડફેટમાં લઇ ચાલકને 60 ફૂટ ઘસડી જતાં મોત નિપજ્યું

નાનાપોંઢા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કન્ટેનરે માંડવાના યુવકનો ભોગ લીધો

નાનાપોઢાથી નાસિક જતા નેશનલ હાઇવે ઉપર બાઈક ચાલકને પાછળથી કન્ટેનર અથડાવીને 60 ફૂટ ડામર ઉપર ઘસડી ગયો હતો. ચાલક ભાગવાના ચક્કરમાં માંડવા વડદેવી ફળિયાના યુવાનનો ભોગ લીધો હતો. નાનાપોઢાથી નાસિક જતા નેશનલ હાઈવે ઉપર જોગવેલ ગામના તાંડ ફળીયામાં મંગળવારે સાંજે કન્ટેનર નંબરGJ15 AT 6448ના ચાલકે આગળ ચાલતી બાઇક નંબર GJ15.DG 5447ના ચાલકને પાછળથી ટક્કર મારી હતી. ઘટના સ્થળથી 60 ફૂટ સુધી લાંબે ઘસડી ગયો હતો. 24 વર્ષીય બાઈક ચાલક રાકેશ ગુલાબભાઈ ચૌધરી રહે. માંડવા વડદેવી ફળીયાના યુવકનું ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ નાનાપોઢા પોલીસને કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી લાશનો કબ્જો લઈ નાનાપોઢા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. આ ઘટનાની તપાસ જમાદાર ગૌતમભાઈ કરી રહ્યા છે. કપરાડા નાસિક માર્ગ પર ઢોળાવ અને વળાંક વાળા રસ્તા હોવાથી છાસ વારે અકસ્માતો થતા રહેતા હોય છે. ખાસ કરીને માંડવા અને કુંભઘાટ પર અકસ્માત વધુ થાય છે.

અન્ય સમાચારો પણ છે...