કાર્યવાહી:મોદીના કાર્યક્રમ પહેલાં કપરાડા કોંગ્રેસના નેતાઓની અટકાયત

નાનાપોંઢા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાનાપોંઢાથી પોલીસે કારમાં બેસાડી દીધા, વિરોધ નોંધાવ્યો

વલસાડ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના સંગઠનના મહામંત્રી વસંત પટેલ અને કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલને કપરાડા પોલીસે નાનાપોંઢાથી અટકાયત કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં વસંત પટેલ પોતાના કામ અર્થે કપરાડા કોર્ટમાં જવાનું જણાવ્યું હતું તેમ છતાં પોલીસ તેની સાથે વસંત પટેલની ઈકોવાનમાં બેસાડી દીધા હતાં. મોદીના કાર્યક્રમ પૂર્વે બંનેની પોલીસે અટકાયત કરી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતાં. વસંત પટેલે જણાવ્યું હતું કે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના કપરાડા તાલુકાનું સૌથી મોટું કૌભાંડ આવનારા દિવસોમાં બહાર પાડીશું.

હજુ પાઈપલાઈન અનેક ગામોમાં નાખવાની બાકી છે. સુલીયા ગામ અરણાઈ નળીમધની હુંડા વગેરે અનેક ગામોમાં પાઈપ લાઇન પણ નખાઈ નથી. 586 કરોડની યોજનાનું ઉદ્દઘાટન લોકોને એક બુંદ પાણી મળવાનું ન હોવાના આક્ષેપો કર્યા હતાં. વધુમાં તેમણે એસ્ટોલ યોજના મામલે કોર્ટનો સહારો લેવામાં આવશે એવું પણ જણાવ્યુ હતું. આમ વડાપ્રધાનના હસ્તે એસ્ટોલ યોજનાના લોકાર્પણ બાદ કોંગ્રેસે વિરોધનો સુર નોંધાવ્યો છે. આમ આગામી દિવસોમાં અસ્ટોલ યોજના મુદ્દે વિવાદ વકરી શકે છે.

જિલ્લામાંથી 80 હજાર કરતાં વધુ લોકો કાર્યક્રમમાં પહોંચ્યાં હોવાનો દાવો
ચીખલી તાલુકામાં યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં વાપી,વલસાડ,પારડી, કપરાડા, ધરમપુર,ઉમરગામમાંથી સરકારી અને ખાનગી 1 હજાર વાહનોમાં લોકોને લઇ જવામાં આવ્યા હતાં. 80 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં પહોંચ્યાં હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ભાજપ સંગઠનો દ્વારા સતત બેઠકોનો દોર ચાલી રહ્યો હતો. તાલુકા વાઇઝ બસોની ફાળવણી કરવામાં આવી હતી. આ માટે સંગઠનના હોદ્ેદારોને જવાબદારી સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...