નાનાપોઢા વેપારી મંડળ દ્વારા પાંચ વર્ષથી દર માસના છેલ્લા રવિવારે દુકાન બંધ પાળતા હતા જેમાં છૂટક ધંધો કરીને જીવન ગુજારો કરનારાને મુશ્કેલી પડે છે. જેના કારણે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગામના સરપંચને ધ્યાન દોરાવ્યું હતું. સોમવારે નાનાપોઢા પંચાયતના હોલમાં મળેલી ગ્રામસભામાં દર રવિવારે દુકાન ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો છે.
નાનાપોઢા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ જી.પટેલ તેની પુરી પેનલ તથા ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા તલાટી કમ મંત્રી રોહનભાઈ અને ગ્રામસેવક પ્રદીપભાઈ ભંડારીના અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભામાં ગામના લોકો તેમજ વેપારી મંડળ હાજર રહ્યા હતા. પાંચ વર્ષ અગાઉ વેપારી મંડળમાં દર માસના છેલ્લા રવિવારે દુકાન બંધ રાખવા નક્કી કર્યું હતું.
પરંતુ તેનાથી કોઈ ખાસ ફાયદો થાય તેમાં હતું નહિ. ઉલટાનું વેપારીઓને થતા શાકભાજીવાળાને ઘણું નુકસાન થઈ રહ્યું હતું. એટલું જ નહીં લોકોને પણ ઘણી સમસ્યાઓનો સહન કરવી પડી હતી. ગ્રામસભામાં સરપંચ મૂકેશ પટેલ તેમની પેનલ વતી નક્કી કર્યું હતું કે 1લી ઓગસ્ટથી હવે પછી દર માસના છેલ્લા રવિવારે કોઈ દુકાન બંધ કરવી નહીં અને સ્વતંત્ર ધંધો કરી શકે છે.
જેણે દુકાન બંધ રાખવી હોય તેણે પોતાના મરજીથી રાખી શકે છે. કોઈને પણ ગ્રામ પંચાયત દ્વારા રોકટોક કરવામાં આવશે નહિ. આ નિર્ણય ગ્રામસભામાં લેવાયો છે એનો ઠરાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાંભળતા જ ગ્રામસભામાં ઉપસ્થિત લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.