આક્રોશ:કપરાડા ચૂંટણી પ્રચારમાં ભાજપ ઉમેદવારનો ઘેરાવ કરાયો

નાનાપોંઢા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ વર્ષ સુધી કેમ દેખાયા નહીં કહી અનેક ફરિયાદો કરી હતી

કપરાડા વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવારને પ્રચાર દરમિયાન એક સ્થળે મતદાતાઓના રોષનો સામનો કરવો પડયો હતો.ચાવશાળા વિસ્તારમાં સ્થાનિક મતદારોએ પોતાની આદિવાસી ભાષામાં જીતુ ચૌધરીને ઘેરી રોષ ઠાલવતાં મતદાતાઓમાં આક્રોશ જોવા મળ્યો હતો.અમારા સ્થાનિક પ્રશ્નો અમારે કહેવા કોને કોની પાસે અમારે રજુઆત કરવી તેમ જણાવી સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ગરમાટો વ્યાપી ગયો હતો.

કપરાડા વિધાનસભા બેઠક ઉપર રાજ્ય પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી કપરાડા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી છે. કપરાડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે,પરંતુ કપરાડાના ચાવશાળા ગામમાં સ્થાનિક લોકોએ તેમના પડતર પ્રશ્નોને લઈને જીતુભાઇ ચૌધરીનો વિરોધ નોંધાવ્યો હતો. જીતુભાઇ ચૌધરીને સ્થાનિક લોકોએ ગત ચૂંટણીમાં આવ્યા બાદ સ્થાનિક વિસ્તારોમાં દેખાતા ન હોવાના આક્ષેપો કર્યા હતાં.

સ્થાનિક લોકોએસ્થાનિક ભાષામાં વિરોધ નોંધાવ્યો હતો. જીતુભાઇ ચૌધરીએ સ્થાનિક લોકોને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જેને લઇ રાજકીય માહોલમાં ગરમાટો વ્યાપી ગયો હતો.ચૂંટણી નજીક આવતા જ હવે તમામ પક્ષના ઉમેદવારો ગામડે ગામડે પહોંચીને પ્રચાર કરી રહ્યા છે ત્યારે નારાજ મતદારોને રોષનો ભોગ પણ બની રહ્યા છે. દિવસો નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...