તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાનોનો સેવા યજ્ઞ:ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થતા નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન સાથે 40 બેડની વ્યવસ્થા કરાઇ

નાનાપોઢા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક તબીબ- યુવાનોની ટીમે રાતોરાત્ર વ્યવસ્થા ગોઠવી

કપરાડાના અંતરિયાળ અને ડુંગરાળ, પહાડી વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અનેક લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં સારવાર વગર થઇ રહેલા મોતો ચિંતાનો વિષય બની રહ્યા છે. વલસાડ જિલ્લાની ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી ગરીબ દર્દીઓને બેડ અને ઓક્સિજન મળતાં નથી.

આ સ્થિતિથી ચિંતિત યુવાનોએ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડનની સલાહ મુજબ ઓક્સિજનની વ્યવસ્થા આપવા જણાવ્યું હતું. યુવાનોએ દોડી દોડી કરી નાનાપોંઢા ખાતે 40 બેડની ઓક્સિજન સાથે વ્યવસ્થા ગોઠવી છે. મહેતા ટ્યુબ કં.નાનાપોઢા ઓક્સિજન માટે કોપરની પાઈપ લાઈનની જવાબદારી પુરી પાડી અમૂલ્ય સેવા કરી છે.

કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીની આગેવાનીમાં ઉપસ્થિત યુવાનો તથા અગ્રણી તાલુકા સંગઠન પ્રમુખ રમેશભાઈ ગાવિત, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા કારોબારી અધ્યક્ષ ગુલાબભાઈ રાઉત તેમજ દર્દીઓને ચોવીસ કલાક સેવા આપતા આવેલા ડો. મિત્તલભાઈ પટેલ.ડૉક્ટર દિવ્યેશભાઈ ચૌધરી,થતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા કોરોનાની મહામારીથી લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો