કપરાડા તાલુકાના કાસદા ગામનો યુવાન અને મહારાષ્ટ્ર નાસિક જિલ્લા તાલુકાના ત્રંમ્બકેશવર હરસુલ ગામની સગીર યુવતી અને કપરાડા તાલુકાના કાસદા ગામનો યુવાન એક વર્ષથી બંને પ્રેમમાં પડ્યા હતાં. આ યુગલો એક બીજાને મળતા હતા,પરંતુ સગીરાને ગર્ભ રહી જતા આ અંગે તેમણે પરિવારને પણ જાણ કરી હતી. જેને લઇ યુવક વિરુધ્ધ દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ગુનો નોંધાયો હતો. મહારાષ્ટ્ર રાજયના નાસિક જિલ્લા ત્રંમ્બેકેશવર ગામ હરસુલ ગામની સગીર યુવતી કપરાડાના કાસદા ગામે મામાના ઘરે છેલ્લા એક વર્ષથી અવરજવર કરતી હતી.
આ દરમિયાન બાજુમાં જ રહેતો યુવાન સુનિલ બાબુ સાથે મન મળી જતા એક વર્ષથી પ્રેમમાં પડ્યા હતાં. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બધાંતા હતાં. જેના કારણે સગીરાને ગર્ભ રહી જતા આ અંગે યુવકના પરિવાર દ્વારા છોકરીના પરિવારને જાણ કરી હતી. ત્યારે યુવતીના ઘરના માતા પિતાએ હરસુલ દવાખાનામાં જઈ છોકરીને ચેકઅપ કરાવતા ગર્ભ હોવાનું સ્પષ્ટતા તબીબે કરી હતી.
ત્યારે ફરજ ઉપરના તબીબે હરસુલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પિતા વિઠલ કિશન રાઉતને ફરિયાદી બનાવી કપરાડાના કાસદાના સુનિલ બાબુ વિરુદ્ધ દુષ્કર્મ થતા પોસ્કો હેઠળ ઝીરો નંબરથી એફઆઇઆર નોંધી આ ઘટનાની તપાસ કપરાડા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી. જોકે, આ ઘટના અંગે યુવતીના પરિવાર તરફથી કોઈ ફરિયાદ કરવી ન હતી પરંતુ સગીરા ગર્ભવતિ બનતા યુવક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.