તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસ્તાની હાલત બિસ્માર:માંડવા ગામે 50 લાખનો રસ્તો એક જ વર્ષમાં વરસાદી પાણીમાં ધોવાઈ ગયો

નાનાપોઢા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસિક મુખ્ય રસ્તાથી આંગણવાડી તરફ જતાં રસ્તાની હાલત બિસ્માર

કપરાડા તાલુકામાં અનેક રસ્તા એવા છે કે રસ્તા ઉપર ડામર બન્યા બાદ ડામરવાળા રસ્તા એક જ વર્ષમાં વરસાદના પાણીમાં ધોવાઈને બિસ્માર બન્યા છે. સરકાર વિકાસની વાત કરે છે અને વિકાસ એક જ વર્ષમાં પાણીમાં તણાઈ જાય છે, જે કોન્ટ્રાક્ટરે રસ્તાના કામ કર્યા છે તે કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તામાં કોઈ વજન નથી 50 લાખનો રસ્તો એક જ વર્ષમાં ડામર ઉપર ગટર બની જતી હોય એ સરકારનો વિકાસ છે. લોકોને વર્ષો પછી રસ્તા મળતા હોય છે.

માંડવા વડદેવી ફળિયાથી નાસિક મુખ્ય રસ્તાથી આંગણવાડી તરફ જતો રસ્તો 2 કિ. મીટર કામની રકમ 50 લાખ કામ શરૂ કરવાની 6 નવેમ્બર 2020 અને કામ પૂર્ણ કરવાની તારીખ 5મી ઓગસ્ટ 2021 દરમિયાન કામગીરી વિગત જીએસબી, ડબ્લ્યુબીએમ, બીબીસી, કારપેટ, સિલકોટ, આસ્ફાલટ પેંટીંગ, સાઇટ સોલ્ડર, નાળાકામ થતા રોડ ફર્નિચરનું કામ ઇજારદાર નામે શિવાલય ઇન્ફ્રા પ્રોજેકટ વડોદરાની એજન્સીએ રસ્તાનું કામ કર્યું છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માર્ગ અને મકાન વિભાગ ગુજરાતમાંથી મજૂર થયેલા રસ્તા ડામર ઉખડીને ડામર રોડની બહાર આવી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...