મંગળવારે નાનાપોઢા પોલીસે પૂર્વ બાતમીને આધારે જામગભાણ ત્રણ રસ્તા પાસેથી બુલેરો પિકઅપમાં લઇ જવાતા વાછરડી સહિત 4 ગૌવંશને લઇ જનારા 4ની અટકાયત કરી છે. નાનાપોઢા પોલીસને મળેલી પૂર્વ બાતમી મુજબ પોલીસ ગૌવંશ બચાવવા માટે કપરાડાના જામગભાણ નજીક પેટ્રોલિંગમાં હતી. ત્યારે એક બોલેરો પિકઅપ નં એમએચ 21 બીએચ 4983 આવી પહોંચતા તેને અટકાવી હતી.
જેમાંથી અધિકૃત અધિકારીની પરવાનગી વિના ચાર જેટલા અબોલ જીવોને મહારાષ્ટ્રના કતલખાના તરફ લઈ જવામાં આવી રહ્યા હતા. વાછરડી-વાછરડાને ક્રૂરતા પૂર્વક ભરી લઈ જવાઈ રહ્યા હતા. પોલીસે ચાલક રવિ ગંગાધર પ્રધાન રહે. નાસિક, સુરેશ શેરાવત ખરાત રહે. જાલના તેમજ બોલેરોનું પાઈલોટિંગ બાઈક નં. જીજે 15 ડીપી 9867ના ચાલક શેર મહોમ્મદ ઉર્ફે શેર મહમદ મકરાણી રહે. નાનાપોઢા, રાજુ ઉર્ફે રહીમ કુરેશી રહેવાસી પંચવટી મહારાષ્ટ્રને પોલીસે દબોચી લીધા હતા.
જ્યારે ગાયો ભરાવનાર બાલુકાકા તેમજ પશુધન મંગાવનાર ગુલાબશેઠ, સકલીન, આરીફ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરાયા છે. હાલ તો નાનાપોઢા પોલીસે બોલેરો કાર બાઈક તેમજ બે મોબાઈલ ફોન સહિત પશુધન મળી 5 લાખ 84 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે અને વધુ તપાસ નાનાપોંઢા પોલીસે હાથ ધરી છે. ગેરકાયદે પશુધનની તસ્કર કરનારા ઝડપાયા હોવાની માહિતી મળતા એસપી ડો. રાજદીપસિંહ ઝાલા પણ નાનાપોંઢા પોલીસ સ્ટેશને પહોંચીને આરોપીની જરૂરી પૂછપરછ કરી હતી. પોલીસે પ્રાણી ક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી તાપસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.