દુર્ઘટના:સુખાલા ગામે કરિયાણાની દુકાનમાં આગ લાગતા 1.50 લાખ રોકડા-દાગીના ખાક

નાનાપોંઢાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દુકાનમાં સુતેલા માલિક, પત્ની અને બે પુત્રીનો હેમખેમ બચાવ થયો

સુખાલા ગામમાં માજપાડા ફળીયામાં શનિવારે મધરાત્રે 1 દુકાનમાં આગ લાગતા દુકાનના માલિક તેની પત્ની અને બે બાળકોનો જીવ આગથી મહામુશ્કેલીમાં બચ્યો હતો. સુખાલા માજપાડા ખાતે પ્રહલાદભાઈ બાલુભાઈ કુમાવત 40 વર્ષથી રહી કરિયાણાનો ધંધો કરી રહ્યાં છે.

શનિવારે રાતે પણ પ્રહલાદભાઇ રાબેતા મુજબ તેમની દુકાનની અંદર બે બાળકો અને પત્ની સાથે સુઇ ગયા હતા. પરિવાર રાત્રીએ નીંદર માણી રહ્યું હતું ત્યારે જ અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોઈ ગભરાઈ ગયેલા પ્રહલાદે પહેલા પરિવારને બચાવ્યો હતો. જોકે, રોકડ થતા ઘરેણાં તેમજ દુકાનનો સામન આગમાં ભડથું થઈ ગયો હતો.

રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે ભયંકર આગની ઘટનાને પગલે બુમાબુમ કરતા લોકો તેમજ ચૂંટણી હોવાથી આમ તેમ ફરતા લોકો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. પ્રહલાદ અને તેની પત્ની ભાવનાબેન, પુત્રી પૂનમ અને રવીનાને માંડ દુકાનમાંથી પાછલા બારણે બહાર કાઢી બચાવી લેવાયા હતા.

દુકાનની અંદર રોકડ રકમ 1.50 લાખ, દાગીનામાં મંગળસૂત્ર, કાનના ઝૂમકા, કમરનો કંદરો, પાયલ, છોકરીઓના કાનના ઝુંમર મળી બે લાખથી વધુના દાગીના આગમાં સળગી ગયા હતા.​​​​​​​ દુકાનનો બધોજ સામન બળીને ભસ્મીભૂત થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ બેકાબુ બનતા રાત્રે ફાયરબ્રિગેડ વાપી અને ધરમપુર ખાતેથી સ્થળ ઉપર આવી હતી. દુકાન સંપૂર્ણ સળગીને ખાખ થઈ ચૂકી આ ઘટના અંગેની જાણ નાનાપોઢા પોલીસને કરતા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...