તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:બાલચોઢી- મોરખલ રોડનું 3.51 કરોડના ખર્ચે કામ શરૂ

નાનાપોઢા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MLA જીતુભાઈ દ્વારા ખાતમુહૂર્ત કરાયું

કપરાડાના બાલચોઢી ગામથી વારણા અને સંઘપ્રદેશનું ગામ મોરખલને જોડતો અતિ મહત્ત્વનો માર્ગનું 3.51 કરોડના ખર્ચે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ઉદ્દઘાટ થતા પાંચ ગામના 8912 લોકો વર્ષોથી મુસીબત ભોગવી રહ્યા હતા તે લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

આ રસ્તા ઉપર ધરમપુર તાલુકાના લોકો વાંસદા છેક ડાંગ સુધીના લોકો સેલવાસ કંપનીમાં મંજુરી કામ માટે વર્ષોથી અવર જવર કરતા આવ્યા છે અને સિંગલ માર્ગ હોવાથી ઘણા અકસ્માત પણ થયા અને ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે જેને લઈ ને પાંચ ગામના લોકોએ નેતાઓને અને સરકારી તંત્ર ને વારંવાર અનેક રજુઆત વર્ષોથી કરતા આવ્યા હતા તે માંગ અંતે પુરી થતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે કપરાડા ભાજપ પાર્ટી પ્રમુખ રમેશ ગાંવિત,જિલ્લા ઉપપ્રમુખ કમ એપીએમસી ચેરમેન મુકેશ પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો