તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ખૂટલી માની ફળિયા અને આમધા ગામના રસ્તાની હાલત અત્યંત બિસ્માર, લોકો ત્રસ્ત

નાનાપોઢા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા મંજૂર થયા પણ કોન્ટ્રાક્ટરની ઢીલી નિતિથી કામગીરી અધુરી

કપરાડા તાલુકાના ખૂટલી ગામથી માની ફળીયા તરફ જતા રસ્તા અને આમધા ગામના મુખ્ય રસ્તાની હાલત અંત્યત બિસ્માર બની છે. આ રસ્તા ઉપર કાદવ કીચડને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે.રસ્તા ઉપરથી અવરજવર કરતા ફળિયાના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છેે.\nખૂટલી માની ફળિયાનો રસ્તા અને આમધા ગામના રસ્તા ઉપર પ્રથમ વરસાદે મસમોટા ખાડા અને આખા રસ્તા ઉપર કાદવ કીચડ કારણે ઈમરજન્સી દર્દીને દવાખાનામાં લઇ જવા હોય તો માણસ રસ્તામાં જ મોતને ભેટી જાય એવી હાલત રસ્તાની બની છે. હાલમાં માણસ ચાલતા જવા માટે પણ કંટાળી જાય છે. બાઇક અને વાહન ચાલકો માટે તો આ રસ્તો માથાના દુઃખાવા સમાન બની ગયો છે.

એટલું જ નહીં મજૂરી કામ અર્થે બાઇક લઈને જતા આવતા ફળીયામાં વસવાટ કરતા લોકો તોબા પોકારી ગયા છે. વરસાદના શરૂઆતમાં જ આટલો કાદવ પડ્યો છે ત્યારે ચોમાસું દરમિયાન લોકોએ મુશ્કેલી જ ભોગવવાની છે. આ રસ્તાઓ મંજૂર પણ થઈ ગયા છે અને કોન્ટ્રાક્ટરે ચાલુ પણ કર્યા છે પરંતુ જે હિસાબે કામો થવા જોઈએ તે કોન્ટ્રાક્ટર કરતા નથી. મંથર ગતિએ કામો થઈ રહ્યા હોવાથી લોકોએ સહન કરવા સિવાય બીજો છૂટકો નથી. લોકોની માંગ છે કે, આ મહત્ત્વના રસ્તાનું કામ જલ્દી થાય અને રસ્તા બને તેની માંગ ખૂટલી અને આમધા ગામના લોકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...