ખેડૂતોને ભારે નુકસાની:મોટી પલસાણમાં અસ્ટોલ જૂથની પાઈપ લાઈન તૂટતાં ખેતરમાં પાક પાણીમાં ડૂબ્યો

કપરાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેતરોમાં ડાંગરની કાપણી કરી હોવાથી પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની

કપરાડા તાલુકામાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના 586 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, પરંતુ યુનિટ દ્વારા બોગસ કામો કરીને પાઈપલાઈનની કામગીરી નબળી થઇ રહી હોવાનું મંગળવારે બનેલી ઘટના ઉપર જણાય આવે છે. પાઇપ લાઇનમાં ભંગાણ પડતા ડાંગરના પાકની અંદર પાણી ઘુસતા ડાંગરના પાકને મોટી નુકશાની થઇ હતી.

મોટી પલસાણના કરજલી ફળીયામાં 586 કરોડના ખર્ચે તૈયાર કરેલી અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના ટ્રાય મારવામાં કોન્ટ્રાક્ટર અને તંત્ર થતા મંત્રીઓની પોલ ખોલી નાખતાં તંત્ર દોડતું થયું છે. કરજલી ફળીયામાં પાઈપ લાઈન તૂટી જતા લોકોને ખેતરો તળાવ બની ગયા છે. 10 ફૂટ ઊંચે પાણીના ફુવારા ઊંડીને ડાંગરના ખેતરમાં પાણી પહોંચતા તૈયાર પાકને મોટી નુકશાની થઇ હતી. ડાંગર લણણી કરીને ખેતરમાં સુકાવા રાખ્યો હતો પરંતુ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ધરમપુર થતા કપરાડા તાલુકાના ગામડાને પીવાની પાણીની સમસ્યાને લઈ ઘર ઘર પાણી પહોંચાડવાનું કામ કોન્ટ્રાક્ટર કર્યું હતું. પરંતુ આ યોજના સદંતર નિષ્ફળ જવાની શકયતા જણાઈ આવે છે.

એક તરફ આ કામ અનેક યુનિટ દ્વારા થઈ રહ્યું છે. પરંતુ બોગસ કામોના કારણે લઈ મંગળવારે બપોર પહેલી ટ્રાય મારવાની ચક્કરમાં યુનિટ દ્વારા કરવામાં આવેલું કામના પરપોટા બહાર આવી ગયા હતા. અનેક ખેડૂતના ડાંગર પાણીમાં ભીંજાઈને પાણીમાં તણાઈ જતા લોકો કફોડી હાલતમાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...