રજૂઆત:કપરાડાની નારવડ PHCમાં બદલી થયેલા તબીબની પુનઃનિમણૂંક કરો

કપરાડા,ધરમપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા.પં.ના અપક્ષ સભ્યએ મંત્રીને આવેદન પાઠવી રજૂઆત કરી

ધરમપુર તા.પ.ના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે કપરાડાના નારવડ પીએચસીમાં ફરજ બજાવી ચૂકેલા ડો. અજય ગાયકવાડને તેમની સેવાભાવી કામગીરીને લઈ ફરી નિમણુંક કરવા લાગણી વ્યક્ત કરી હતી. કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, આ બાબતે કપરાડાના ધારાસભ્ય મંત્રી જીતુભાઇ ચૌધરીને પણ લેખિત રજુઆત કરાઈ છે. જેમાં ડો.અજય ગાયકવાડ નારવડ PHCમાં ફરજ દરમ્યાન નિયમિત ફરજ બજાવવાની સાથે આરોગ્યની સમીક્ષા કરતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. \nઅવારનવાર ગામની સગર્ભા માતા, ધાત્રી માતા અને બાળકોની મુલાકાત લેવા પણ જતા હતા.

તેમના કાર્યકાળ દરમ્યાન ગામમાં આરોગ્ય સેવામાં સુધારો થયો હોવાની સાથે માતા મરણ અને બાળ મરણનું પ્રમાણ ઓછું થયું હોવાની સાથે રવિવારે જાહેર રજામાં પણ ગામોમાં કામગીરીનું નિરીક્ષણ કરવા આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. સ્થાનિક ભાષામાં વાત કરતા અને ભૌગોલિક સ્થિતિની સમજ ધરાવતા તબીબને ફરી અહીં નિમણુંક કરવા વિનંતી કરાઈ છે.

20 ગ્રામ પંચાયતે પણ રજૂઆત કરી છે
ડૉ. અજય ગાયકવાડની નારવડ PHCમાં પુનઃ નિમણુંક માટે મંત્રીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નારવડમાં સમાવિષ્ટ એવા 20ગામોની ગ્રામ પં.ના આગેવાનોએ રજૂઆત કરી છે. > કલ્પેશ પટેલ, ધરમપુર તા.પ.અપક્ષ સભ્ય

અન્ય સમાચારો પણ છે...