હાલાકી:વલસાડના મનાલા ગામનાં લોકોએ પીવાના પાણીનાં બે બેડા ભરવા 4 કિમી ડુંગર ખૂંદીને જવું પડે છે

કપરાડા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકો 4 કિમી ડૂંગરા પાર કરી કૂવામાંથી પાણી મેળવે છે. - Divya Bhaskar
લોકો 4 કિમી ડૂંગરા પાર કરી કૂવામાંથી પાણી મેળવે છે.

કપરાડા તાલુકાનાં મનાલાગામમાં છેલ્લા 16વર્ષથી દર વર્ષે ઉનાળા માં પીવાનાં પાણીની ભારે અછત સર્જાય છે.મનાલાગામની કુલ 2500ની વસ્તી ઘરાવે છે.અને ગામમાં 25થી વઘુ પાણીનાં બોર આવેલા છે.પરંતુ  બોરમાં પાણી આવતું નથી.માત્ર એક થી બે કૂવામાં જ પીવાનું પાણી છે..તે પણ તળિયે આવી ગયું છે.મહિલાઓએ પોતાના સંતાનો ઉંચકીને 4 કિમી ડુંગરો ખૂંદીને પીવાનાં પાણીનાં બે બેડા ભરવા માટે  ભરઉનાળાનાં તાપમાં આવવું પડે છે.જયારે  ચિંચલી ફળિયામાં350 લોકોની વસ્તી ઘરાવે છે.જયા લોકોએ 4કિમીનો ડુંગર ખૂંદીને પીવાનાં પાણીનાં બે બેડા ભરવા માટે આવવું પડે છે.જે દયનીય બાબત છે.વર્ષોની પીવાનાં પાણીની સમસ્યા છે.છતાં સમસ્યા યથાવત રહી છે.જોકે પીવાનાં પાણીની સમસ્યા હલ કરવા માટે સરકારે  અસ્ટોલ પાણી પુરવઠાની 586 કરોડની યોજનાનું આયોજન કરાયું છે.પરંંતુ કોરોના મહામારીને લઇ લોકડાઉનનાં કારણે કામગીરી ખોરંભે પડી છે.
પાણીની સમસ્યા વર્ષોથી યથાવત
મનાલા ગામના સ્થાનિક અગ્રણી જયેન્દ્ર ગાંવિતે જણાવ્યું હતું કે, મનાલાગામમાં વર્ષોથી પીવાનાં પાણીની સમસ્યા છે.લોકોએ 4કિમીનાં ડુંગરો ખૂંદીને પીવાનું પાણી ભરવું પડે છે.છતાં સરકાર દ્રારા પીવાનાં પાણીની સમસ્યા હલ કરવા માટે કોઇ નકકર પગલાં ભરવામાં આવ્યા નથી.તેનાં કારણે પીવાનાં પાણીની સમસ્યા યથાવત છે.

અન્ય સમાચારો પણ છે...