નુકસાન થવાની વકી:કપરાડામાં સતત ત્રણ કલાક સુધી ધોધમાર વરસાદથી ચોમાસુ જામ્યું હોવાનો માહોલ

નાનાપોઢા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોની હાલત કફોડી ડાંગર અને તુવેરના પાકને ઘણું નુકસાન થવાની વકી

કપરાડામાં સોમવારે ફરી એક વખત અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જોત જોતામાં દે ધનાધન વરસાદ વરસ્યો હતો. લોકોના ખેતરોમાં પાણી ભરાયા હતા. અંતરિયાળ વિસ્તારમાં ત્રણ કલાક વરસાદ વરસી પડતા ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. કઠોર પાકને ઘણું નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો બેબાકળા બન્યા છે.

કારતક માસમાં જાણે કે મેઘરાજા મનમૂકીને વરસીને આષાઠી માસનો અનુભવ સ્થાનિક રહીશોને કરાવ્યો હતો. જોકે, કમોસમી વરસાદથી આંબાની મંજરીને ભારે નુકસાન પહોંચાડી શકે છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે. અડદની દાળ આ વર્ષે આરોગવા પૂરતી મળી રહેશે નહીં એની સાથે તુવેરનો પાક પણ ફેલ થવાની વકી છે. અન્ય પાકો તથા શાકભાજી વગેરેને પણ વરસાદે ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ધોધમાર વરસાદ વરસી પડતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે.

એક તરફ કોરોનાને લઈ લોકો દુઃખી છે, જ્યારે બીજી તરફ કુદરતી આફતને લઈ લોકો પરેશાની ભોગવી રહ્યા છે. ભર શિયાળામાં ચોમાસુ બેઠું હોય એવું વાતાવરણ સર્જાયું છે. અંતરિયાળ વિસ્તારમાં ચોમાસા દરમિયાન વાવેલા પાકો સંદત્તર નિષ્ફળ ગયા છે. લોકોને બે ટંક જમવાના પણ ફાંફા પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...