પાણીની તંગી:કપરાડાના સુથારપાડા માગમાં કુવા-ચેકડેમ સુક્કા ભઠ્ઠ

કપરાડા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપરાડા તાલુકાનાં કેટલાક ગામોમાં દર વર્ષે ઉનાળાનાં માર્ચ મહિનાથી પીવાના પાણીની તંગી સર્જાય છે.

આઝાદીનાં 70‌ વર્ષ બાદ પણ સરકારી તંત્ર પીવાના પાણીની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવી શક્યું નથી. અહીંના સુથારપાડામાં બે પાણીના કુવા તેમજ નાનો ચેકડેમ હાલ સુક્કો ભટ્ઠ છે. તેમાં એક ટીપું પાણી નથી. જેનાં કારણે લોકોએ દૂર સુધી પીવાનું પાણી ભરવા જવું પડે છે.

અહીં સરકારે પીવાનાં પાણીની કરોડોના ખર્ચે અસ્ટોલ યોજના અમલમાં મુકી છે.પરંતુ તેની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાથી લોકોને હજુ તેનો લાભ મળ્યો નથી. આમ કપરાડા તાલુકાનાં કેટલાક ગામોમાં વર્ષોથી પાણીની સમસ્યા યથાવત રહી છે.

અન્ય સમાચારો પણ છે...