તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:ધરમપુર-કપરાડામાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા; કઠોળ, શાકભાજી પાકો અને આંબાના મોરવાને ભારે નુકસાન થયું

કપરાડા12 દિવસ પહેલા
 • હનમતમાળમાં એક કલાક વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, વીજળી પડતા સાદડોનું ઝાડ ફાટી ગયું

ધરમપુર -કપરાડા તાલુકાના ગામોમાં ગુરૂવારે સાંજે અચાનક પવન અને બરફના કરા અને વરસાદ પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અંતરીયાળ વિસ્તાર સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદથી કેરી,કાજુ અને શિયાળુ પાકમાં નુકસાન થવાની ભીતિ વિવિધ ગામોના આગેવાનો, સરપંચોએ વ્યકત કરી છે.

તામછડીના પૂર્વ સરપંચ શાલીરામભાઈ રાઉતે જણાવ્યું હતું કે સાંજે ચાર વાગ્યે અચાનક હવા અને કરા સાથે અર્ધો કલાક સુધી વરસાદ થયા બાદ ધીમો ચાલુ રહ્યો હતો. વરસાદથી આ વખતે આંબા ઉપર સારા બેસેલા મોરમાં તેમજ શણબી, તુવેરના પાકને નુકસાન થવાની સંભાવના છે. વધુમાં મહારાષ્ટ્રની બોર્ડરના અંતરીયાળ વિસ્તારના તામછડી, ધામણી, પેણધા, ધાકવળ, મોટી કોરવળ, નાની કોરવળ, મોહપાડા, વાંસદા જંગલ, ખોબા, ભૂતરૂન, મુરદડ, ગડી, વણખાસ સહિતના ગામોમાં વરસાદ થયો હોવાની માહિતી આપી હતી.

તુતરખેડના ડે. સરપંચ દયારામ ભોયાએ ટેલિફોનિક સંપર્કમાં તુતરખેડમાં પવન સાથે વરસાદ થતા કેરીના મોર, કાજુના મોર અને શિયાળુ પાક ચણા, શણબી, રાઈ, તુવેરને નુકશાન થવાની ભીતિ વ્યકત કરી સરગવાની સીંગ પણ પવનથી તૂટી પડી હોવાનું જણાવ્યુ હતુ. કેળવણીના પૂર્વ સરપંચ રવજીભાઈ પવારે જણાવ્યું હતું કે, કેળવણી, ઉકતા,પાનવા, ટીટુખડક, ચીચોઝરમાં બપોરે સાડા ત્રણ વાગ્યે બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. જેને લઈ શાકભજી, તુવેર,ચણા, કેરીને નુકશાન થઈ શકે એમ છે. આંબા ઉપરનો મોર કાળો પડી જવાની અને કણી ખરી જવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં વાતવારણ બદલાતા ખેડૂતો ચિંતામાં, ડાંગમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
વલસાડના કપરાડા ઉપરાંત ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આજે બપોર બાદ વાતાવરણમાં આવેલા એકાએક પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા હતા. ડાંગ જિલ્લામાં આહવા સહિતના પંથકમાં બપોર બાદ કમોસમી વરસાદ પડ્યો હતો. આદિવાસી પંથક અને જંગલ વિસ્તારથી ઘેરાયેલા આ જિલ્લામાં માવઠામાં ખેતીને વ્યાપકન નુકસાન જવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે

સાપુતારાના તળેટી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો ત્યારે આજરોજ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડકનો વધારો થયો છે, આગામી ઉનાળામાં પકનાર કેરી તેમજ શાકભાજી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે કે કમોસમી વરસાદ તેમના પાકને નુકસાન કરી શકે તેમ છે ત્યારે હાલમાં ડાંગમાં ચણા અને આંબાની કલમો મા નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી છે.

બોપીના સરપંચ મણિલાલભાઈ ગાંવિતે જણાવે છે સોનદર, મુરદડમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. સાથે મોરદહાડ, બિલ્ધા, પીપલપાડામાં પણ વરસાદથયો છે. સાથે હનમતમાળમાં એક કલાક જેટલો ભારે વરસાદ પડ્યો હતો. અને સાદડોના ઝાડ પર વીજળી પડતા ફાટી ગયો હતો. કપરાડામાં ઉપરવાસના અંતરિયાળ અને પહાડી વિસ્તારમાં બપોરે અચાનક વાતાવરણમાં પલટાંની સાથે કમોસમી વરસાદ વરસાદ તૂટી પડ્યો હતો. પાનસ ગામથી લઈને નળીમધની, અરણાઈ, કુંડા, નાંદગામ, માની ચિચપાડા, કાવચા થતા માતુનિયા જેવા અંદરના ગામોમાં વરસાદ સાથે કરા પડ્યા હતા. કમોસમી વરસાદથી આંબાની મંજરી થતા મોરને મોટું નુકસાન થવાનું જોખમ વધી શકે છે. જ્યારે કઠોળ પાકમાં તુવેર, ચણા, વાલ, વટાણા, મૈસુર વગેરે ઉનાળાના પાકોને ભારે નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

​​​​​​​દાહોદ પાસેના પૂર્વ વિસ્તારના ગામડાઓમાં કમોસમી માવઠાં સાથે કરાં પડતા આશ્ચર્ય
દાહોદ પંથકમાં સવારે અને રાત્રે ઠંડી પડી રહી હોવાથી મિશ્ર ઋતુની અનૂભુતિ થઇ રહી છે.તેવા સમયે ગુરુવારે બપોંરે ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ચારે કોર ઠંડક છવાઇ ગઇ હતી.મધ્ય ગુજરાત માટે કોઇ આગાહી ન હોવા છતાં એકાએક જ વાતાવરણમાં પલ્ટો આવતાં આશ્ચર્ય સર્જાયુ હતુ.

દાહાદ પંથકમાં રવી ઋતુની પૂર્ણાહુતિ સાથે હાલમાં ઘઉં અને ચણાંનો પાક તૈયાર છે.બીજી તરફ જિલ્લામાં ગરમી અને ઠંડીનુ બેવડું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઇ રહ્યુ છે.વહેલી સવારે અને સાંજથી ઠંડી પડી રહી છે જ્યારે બપોરના સમયે ગરમી લાગી રહી છે.આમ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે.બીજી તરફ હવામાન વિભાગે ત્રણેક દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતમાં કમોસમી માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ મધ્ય ગુજરાતમાં આવો કોઇ વરસાદ થવાની લગીરે સંભાવના જણાતી ન હતી. તેમ છતાં ગુરુવારે બપોરે 2:23 વાગ્યાના અરસામાં દાહોદ પંથકના પૂર્વ પટ્ટી વિસ્તારમાં એકાએક જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસવા માંડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો