તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસના ધજાગરા:કપરાડા તાલુકામાં 582 કરોડની યોજના છતાં 24 કલાકે પીવા માટે માંડ એક બેડુ મળતું પાણી

કપરાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે ધરમપુર-કપરાડા તાલુકા માટે ત્રણ વર્ષ પહેલા પીવાના પાણી માટે 586 કરોડની પાણી યોજનાને મંજુરી આપી છે. હાલ આ યોજનાની કામગીરી ચાલી રહી છે, પરંતુ પીવાના પાણી હજુ પણ લોકો વલખા મારે છે. કપરાડાનું અસ્ટોલગામનાં 1200 લોકો ડુંગરાળમાં બેકિમી ચાલીને માત્ર પીવાનું પાણીનાં બે બેડા ભરવા માટે એક પરિવારનો 24કલાકમાં માત્ર એક વાર વારો આવે છે.હાલમાં એક તરફ કોરોનાની મહામારી ત્યાં બીજી તરફ અસ્ટોલગામનાં ચાર ફળિયાનાં લોકો દરરોજ એક પરિવારનાં અમુક સભ્યો માત્ર પીવાનાં પાણી ભરવાની જ ફરજ બજાવવી પડે છે.

ચાર ફળિયા વચ્ચે માત્ર એક બોરનો સહારો
અસ્ટોલગામમાં ઓઝરપાડા,જામનપાડા,બોન્ડારમાળ અને બોરીપાડા 4 ફળિયા છે. જેમાં પીવાનાં પાણીનો એક બોરમાં પાણી આવે છે. જે બોરમાં પણ એક પાણીનું બેડું ભર્યા બાદ 5 થી 10મિનિટની રાહ જોવી પડે છે. કારણકે બોરમાં પાણી ભરાયા બાદ જ બીજુ બેડુ પાણીનું ભરી શકાય છે. તે વિસ્તારમાં કુલ 30 બોર અને 6 કુવા બનાવ્યાં છે. પરંતુ તે બઘાં બોર અનWે કુવામાં પWWાણીનું ટીપું પણ નથી. લોકો માત્ર એક બોરમાંથી જ પીવાનું પાણી ભરવા માટે વલખાં મારે છે.

અન્ય સમાચારો પણ છે...