સમસ્યા:કપરાડા પંચાયતની સામે અને પોલીસ સ્ટેશનના ગેટ ઉપર માથા સુધી પાણી ભરાયું

નાનાપોઢા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી બંધાતી બિલ્ડીંગથી નાસિક રોડ પર વાહન વ્યવહાર 5 કલાક ઠપ

કપરાડામાં પણ ધીરેધીરે ગેરકાયદે બાંધકામો પગ પસેરો કરવા લાગ્યા છે, પાણી જવા માત્ર વર્ષો જૂની ગટર પુરી અદ્યતન બની રહેલું મકાનને લઈ કપરાડા નાસિક માર્ગ ઉપર જે પરિસ્થિતિ વણસી છે. તે સમસ્યા હવે કાયમની જ બની જવાની છે. આ માર્ગ ઉપર અવરજવર કરતા સાધનોને મુશ્કેલીનો સામનો કરવો પડવાનો છે. કપરાડા મામલતદાર એ પરિસ્થિતિ ને નજરો નજર નિહાળ્યા બાદ પણ પરિસ્થિતિ જે છે તેજ રહી છે પાણી નિકાલ માટે કોઈ વિકલ્પ નથી.

ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે, આ પોલીસ સ્ટેશન સામે બની રહેલું નવું મકાનના માલિકે વર્ષો જૂની ગટર હતી તે પુરાણ કરી નાંખતા ભારે વરસાદથી સોમવારે સવારથી સાંજ સુધી વાહન વ્યવહાર સદ્દતર ઠપ થઈ ગયા છે. નાસિકથી નાનાપોઢા નેશનલ હાઈવે નંબર 848 ઉપર કપરાડા પોલીસ સ્ટેશનની બિલકુલ સામે અને મામલતદાર કચેરીને 500 મીટર દૂરી પણ કમર જેટલા પાણી ભરાવા છતાં પાણી કાઢવા માટે તંત્ર પાસે કોઈ ઈલાજ જ નથી.

જેના કારણે બીમાર માણસને ઇમરજન્સી 108ને બોલાવી હોય અથવા દવાખાને વલસાડ કે ધરમપુર તરફ દર્દીને ઇમરજન્સી પોહચાડવું હોય તો તે માણસ ત્યાં જ મૃત્યુ પામશે. કપરાડા ગ્રામ પંચાયતની સામે જ આ પરિસ્થિતિ સર્જાતી હોય તો તંત્ર અને ગ્રામ પંચાયત સામેથી વિશાળ બની રહેલી બિલ્ડીંગના માલિક સાથે દબાયેલા હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

બિલ્ડીંગના માલિકે જે પાણી નિકાલ માટે જે ગટર હતી તેનું પુરાણ કરવાથી આ પરિસ્થિતિ વણસી છે. ત્રણ કિલોમીટર કરતા પણ વધુ વાહનોની કતાર લાગી છે. કમર જેટલું પાણી રોડ ઉપર ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન અને દુઃખી થઈ ગયા છે. એક તરફ ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકની હાલત કફોડી બની છે.

અન્ય સમાચારો પણ છે...