દુર્ઘટના:ભંડારકચ્છ ગામે ટ્રકે પોલીસ વાનને ટક્કર મારતા પલટી ગઈ

નાનાપોઢા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાનના ચાલકનો બચાવ થયો, GRD જવાનને ઇજા

કપરાડાના બાલચોઢી વારણા થઈ મોરખલ નીકળતા માર્ગ ઉપર ભંડારકચ્છ ગામના ત્રણ રસ્તા પાસે પંચાયતના મકાનના થોડે દૂર દુકાન પાસે બોરવેલ ટ્રકના ચાલક વરસાદના પાણીથી બચવાના પ્રયાસમાં પોલીસની 100 નંબર વાનને ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરથી પીસીઆર વાન રોડની સાઇડે પલટી ગઇ હતી. જોકે, આ ઘટનાને લઈ સ્થળ ઉપર મોટી સંખ્યામાં લોકો ધસી આવ્યા હતા.

બાલચોઢી મોરખલ માર્ગ ઉપર શનિવારે સાંજે ચાર કલાકની આસપાસ સમયે ભંડાર કચ્છ ગામના ત્રણ રસ્તા ઉપર બોરવેલ ટ્રક નંબર MP09 જીએફ 3692ના ચાલકે મહેન્દ્રા બુલેરો 100 નંબર પોલીસ પીસીઆર વાન નંબર જીજે 18 જીબી 5872ની વાન સુરક્ષાને ધ્યાનમાં રાખી ગામડામાં પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન ટ્રકના ચાલકે વાનને અડફેટમાં લેતા વાનના ચાલક નાગેશ્વરભાઈ આબાદ બચી ગયો હતો. જ્યારે જીઆરડી જવાનને માથાના ભાગે ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત જીઆરડી જવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટ્રકના ચાલકને સ્થાનિક લોકોએ પકડીને નાનાપોઢા પોલીસને સોંપી દીધો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...