તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભષ્ટ્રાચારની આશંકા:કપરાડાના ટેટબારીથી નાનીપલસાણના 27 કરોડના ખર્ચે બનેલા નવા માર્ગનું ધોવાણ

નાનાપોઢા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ માસમાં જ રસ્તાનો ડામરનો નામો નિશાન મટી જતા ભષ્ટ્રાચારની આશંકા

કપરાડામાં કરોડો રૂપિયાના રસ્તા એક જ વરસાદી પાણીમાં ખખડધજ બનીને ખાડા બની ગયા છે. 27 કરોડના ખર્ચે તૈયાર થયેલા ડામર વરસાદી પાણીમાં ધોવાયો કોન્ટ્રાક્ટરની બોગસ કામગીરીના પરપોટા બહાર નીકળી આવ્યા છે. હલકી અને ગુણવત્તા વિહીન કરેલી કામગીરી ખુલ્લી પડી જતા ગામના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નબળી કામગીરીથી 27 કરોડ રસ્તા એક ચોમાસામાં પણ ટક્યા નહિ. ગુણવત્તા વિહીન કરેલી કોન્ટ્રાક્ટરની કામગીરીના પાપે સરકારના કરોડો રૂપિયા વ્યથ જઈ રહ્યા છે.

કપરાડાના ટેટબારી થઈને કરજૂન લીખવડથી નાની પલસાન તરફ જતો અતિ મહત્ત્વનો મુખ્ય માર્ગ 27 કરોડના ખર્ચે ચોમાસા પૂર્વે બનાવ્યો હતો. લોકો માટે અતિ મહત્ત્વનો આ માર્ગ ઉપર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થાય છે. માર્ગ ત્રણ માસમાં જ વરસાદી પાણીમાં ધોવાણ થતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો સ્થાનિક નેતાઓ થતા તંત્રને પણ એટલા જ જવાબદાર માની રહ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા નબળું કામ થતું હતું ત્યારે કોઈ આવીને ફરક્યુ સુધા નહિ. જ્યારે વરસાદના કારણે નબળા કામના પરપોટા ફૂટ્યા ત્યારે રોડ ધોવાઈ ગયાની બુમો પડે છે.

પરંતુ શરૂઆતમાં જ કામ પ્રત્યે ધ્યાન રાખ્યું હોત તો રસ્તા ઉપરનો ડામર પાણીમાં ધોવાઈને ખેતર પહોંચી ગયો રસ્તા પણ કાદવવાળા હોવાથી અવરજવર કરતા લોકો પરેશાન છેે. ટેટબારી, કરજૂન, લીખવડ, નાના પલ્સન જતા માર્ગનું તાત્કાલિક મરામત થાય તેની લોકોની માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...