ખેંચતાણ:કપરાડાની શાળાઓમાં લાઈબ્રેરી બનાવવા મુદે અલગ-અલગ માગ

કપરાડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનો અને સરપંચ આમને સામને
  • વિરોધ વચ્ચે સરપંચોએ​​​​​​​ સ્કૂલમાં બનાવવા માગ કરી

કપરાડાની પ્રાથમિક શાળામાં બાળકોને જે રમતગમત માટે મેદાન રાખ્યું છે તેના ઉપર તંત્રએ અને તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોનો સહકાર મળવાનો હોવાથી લાઈબ્રેરી તૈયાર થઈ જશે એમ આવેદનપત્રમાં ઉલ્લેખ કરી સ્કૂલમાં જ લાઈબ્રેરી બનવી જોઈએએ માંગણી પાછળ મોટું રાજકારણ રમાઈ રહ્યું છે.

ગ્રામજનોએ લાયબ્રેરી ન સ્થળે બનાવવા આવેદનપત્ર આપ્યુ હતુ. ફરી શનિવારે સરપંચોએ લાયબ્રેરી પ્રા. શાળામાં બનાવવ આવેદનપત્ર આપતાં વિવાદ વધુ વકર્યો છે. કપરાડામાં 5 ઓગષ્ટ શુક્રવારે ખુબજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,શિક્ષણ અધિકારીને થતા તાં. પ્રમુખ અને ડીડીઓને તમામને આવેદનપત્ર આપ્યું હતું ,પરંતુ શનિવારે તાલુકાના સરપંચોન સંગઠિત થઈને સ્કૂલમાં જ ભારપૂર્વક લાઈબ્રેરી બનવી જોઈએ તેમ ઉલ્લેખ કરીને આવેદનપત્ર આપતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિકોના મતે કપરાડા ગામ ખાતે 50 થી 60 એકર જમીન પડી છે તેમ છતાં તંત્રને અને પદાધિકારીઓને થતા તાલુકાના સરપંચોને કેમ દેખાતી નથી. માસુમ બાળકો નાના નાના બાળકો શાળામાં ભણવા જાય છે અને રમતગમતનું જે મેદાન છે તે મેદાનના ઉપર તંત્રની અને પદાધિકારીઓની તેમજ તાલુકાના સરપંચોની નિયત બગડતા આવેદનપત્ર આપવા પડ્યું છે.

વિવિધ પરીક્ષાની તૈયારી કરવા તાલુકાના વિદ્યાર્થીઓ ગાંધીનગર સુધી તૈયારીના ભાગરૂપે જવું પડતું હોય તો કપરાડા ખાતે ક્યાં જમીન નથી ઘણી બધી જમીન છે કોઈ પણ જગ્યા ઉપર લાઈબ્રેરી બનાવી શકાય છે. સ્કૂલમાં જ કેમ લાઈબ્રેરી બનવી જોઈએ એમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે.

સ્કૂલમાં તો કોઈ પણ સંજોગોમાં લાયબ્રેરી ન જ બનાવવી જોઈએ : ગ્રામજનો
ગ્રામજનોએ જણાવ્યું હતું કે નાના ભૂલકાં બાળકોના ભવિષ્ય સાથે રમત રમતા નહિ પ્રા. સ્કૂલ બાળકોનું પાયાનું શિક્ષણ છે એક તો કપરાડા તાલુકામાં શિક્ષકો નિયમિત નથી તંત્ર તે તરફ ધ્યાન આપતું નથી અને સ્કૂલમાં નવી યોજના લઈને દોડી જઇ રહ્યું છે . આજે સરપંચો એ આપેલું આવેદનપત્રને લઈ ગામના લોકો રોષે ભરાયા છે. તાલુકાના સરપંચોને તાલુકાના વિદ્યાર્થીઓ પ્રત્યે આટલી દયા અને પ્રેમ જાગ્યો હોય તો કપરડામાં 60 એકર કરતા વધુ જગ્યા સરકારી છે જેટલી મોટી લાઈબ્રેરી બનાવી હોય એટલી મોટી બનાવે પરંતુ સ્કૂલમાં તો કોઈ પણ સંજોગોમાં બનવી ન જોઈએ એવું ગામ લોકોએ સ્પષ્ટ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...