તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંચાયત ચૂંટણી:કપરાડામાં છેલ્લા બે દિવસમાં ઉમેદવારી માટે ભીડ ઉમટશે, બંને પક્ષમાં અસંતુષ્ટોની ભરમાર છે

નાનાપોઢા15 દિવસ પહેલા
 • કૉપી લિંક

કપરાડામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવાનું હજુ સુધી કોઈ મુહૂર્ત નીકળ્યું નહિ અંતે ઉમેદવારી નોંધવા માટે બે દિવસ બાકી હોવાથી છેલ્લા બે દિવસમાં કોંગ્રેસ ભાજપ અને અપક્ષના ઉમેદવારોની ઉમેદવારી નોંધવા માટે મામલતદાર કચેરીમાં ભીડ ઉમટી પડશે. એક તરફ ભાજપમાં ઉમેદવારી ને લઈ મોટા વિવાદો સર્જાયા છે જેના કારણે ચાર જિલ્લા પંચાયત કરચોન્ડ, વાવર, ઘોટણ અને વાડી વગેરે જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપ પક્ષના સમર્થકો ને ટિકિટ ન મળતા નારજગી છે.

કપરાડા તાલુકામાં જિલ્લા પંચાયતની 4 સીટ અને તાલુકા પંચાયતની 16 સીટ તથા જિલ્લાની 3 અને તાલુકાની 14 સીટ ઉપર ઉમેદવારો છેલ્લા બે દિવસમાં ઉમેદવારી નોંધાવવા પહોચશે. આ વર્ષે બંને પક્ષના અસંતુષ્ઠોને લઇ અપક્ષના ઉમેદવારોનો પણ રાફડો ફાટવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો