દુર્ઘટના:કપરાડા ડેપોમાં બસ રિવર્સ લેતા મહિલાના પગ ઉપર ટાયર ફરી વળ્યાં

નાનાપોઢા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઇજાગ્રસ્ત મહિલાની તસવીર. - Divya Bhaskar
ઇજાગ્રસ્ત મહિલાની તસવીર.
  • એસટી તંત્રની બેદરકારીથી મહિલાએ બંને પગ ગુમાવવાનો વારો આવ્યો

કપરાડા ડેપો ઉપર ગુરૂવારે થયેલા અકસ્માતમાં એસટી બસ ધરમપુર ડેપોની હતી. એસ.ટી.બસ રાત્રી દરમ્યાન કપરાડા ખાતે રોકાણ કરતી હતી. એસટી નં. GJ. 18. Z. 3666ની બસ વહેલી સવારે ડેપોમાં મુસાફરો બેસાડવા ચાલકે બસ સ્ટેન્ડ ઉપર મુકવા જતા પાછળ કપરાડા ગામની જ મહિલા મીરાબેન સાઈરામ માહલા ઉભેલી હતી. બસ ચાલકે બસ રિવર્સ લેતા મહિલા મીરાને ટક્કર લાગી જતા જમીન ઉપર પડી જતા તેના મહિલાના બંને પગ ઉપર બસના પાછળના ટાયર ફરી વળ્યાં હતાં. મહિલાને બંને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

લોહીલુહાણ હાલતમાં મીરાને એમ્બ્યુલન્સ 108 દ્વારા નાનાપોઢા સીએચસી ખાતે સારવાર લઈ ત્યારબાદ વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સવારે બનેલી ઘટનાને કારણે કપરાડા તાલુકાના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે .કપરાડા ગામે રહેતી મહિલા વહેલી સવારે પોતાના કામ અર્થે ઘરેથી નીકળી બસમાં બેસવા ડેપો ઉપર ગઈ હતી. જોકે ડેપો ભગવાન ભરોસે ચાલે છે એના કારણે મહિલાએ બંને પગ ગુમાવ્યાનો વારો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...