તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:ધરમપુરના યુવકોએ કોવિડ દર્દીઓને પ્લાઝ્માં ડોનેટ કર્યું

ધરમપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના 11 યુવકોએ વલસાડ રક્તદાન કેન્દ્રમાં પ્લાઝ્માં ડોનેટ કરી માનવતા મહેકાવી છે. વલસાડ રક્તદાન કેન્દ્રના ભાવેશભાઈ રાયચાના પ્રયાસોથી ધરમપુરના 17 યુવાનોના પ્લાઝ્મા ડોનેટ કરવા પૂર્વે ઘરેથી લેવાયેલા સેમ્પલ બાદ 11 યુવાઓમાં એન્ટી બોડી મળી આવ્યા હતા.આ તમામ 11 યુવાઓએ ડોનેટ કરેલા પ્લાઝ્મા થકી દર્દીઓને લાભ થયો છે.

ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં કોવિડ કેર હોસ્પિટલમાં તાજેતરમાં ઓક્સિજનની વ્યવસ્થા કરનારા યુવા સંજય રાંચ, પ્રતિક કોટક, આશિષ પટેલ, ઋતુરાજ શર્મા, તેજસ રાંચ, પ્રતિકસિંહ રાણા, પાર્થ રાવરાણા, પ્રતિક રાંચ, વિમલ ભાવસાર, મનોજ રાયચુરા અને પાંચમી વખત ભાવેશભાઈ રાયચાએ પ્લાઝ્મા ડોનેટ કર્યું છે.

વલસાડ આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા પાર્થ રાવરાણાના પિતાનું તાજેતરમાં કોરોના સારવારમાં નિધન થયું હતું. ત્યારે તેમણે પ્લાઝ્મા ડોનેટ કરી અજ્ઞાત લોકોના જીવન બચાવવામાં પરોક્ષ રીતે મદદરૂપ થઇ સ્વ. પિતાને સાચા અર્થમાં તર્પણ કર્યાનું પ્રતિત થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...