તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારસો:વાંસમાંથી વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની મહિલા

ધરમપુર3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધરમપુરની 100થી વધુ મહિલાઓ પૂર્વજોની વાંસની બનાવટ પરંપરાને હજુ જાળવી રાખી

ધરમપુરના આસુરાની 100થી વધુ મહિલા પૂર્વજોના સમયથી વાંસની વિવિધ બનાવટથી પરીવારને મદદરૂપ થઇ રહી છે. વિવિધ પ્રસંગમાં જોવા મળતી વાંસ બનાવટની વસ્તુઓના સથવારે આવક મેળવી બાળકોના શિક્ષણ, લગ્ન પ્રસંગ, દવા, કપડા સહિત વિવિધ કામોમાં સહાયરૂપ થતી આ મહિલાઓ ચોમાસામાં વાંસ બનાવટનું કામ બંધ રેહતા મજુરી કામ પર જઈ મેહનત કરી રહી છે.

આસુરા ગ્રા.પ.ના સભ્ય જ્યોતિબેન આશિષભાઈ ગવારી કહે છે કોરોના મહામારીમાં ઓછા લગ્નપ્રસંગ, નહીં આવેલા વેપારીઓને લઇ વાંસ બનાવટના કામ પર અસર થઇ હતી. જોકે હવે વેપારીઓના ઓર્ડર મળતા આ મહિલાઓ ફરી કામગીરીમાં જોતરાઈ છે. મજૂરી કામે જતા પુરુષો પણ વધુ ઓર્ડર મળતા મદદરુપ થવાની સાથે વાંસ લાવી આપતા હોય છે.

મજબૂત અને ટકાઉ વાંસ બનાવટની વસ્તુઓનું સ્થાન ધીરેધીરે પ્લાસ્ટિકની બનાવટે લીધું છે.જેને લઇ હવે અગાઉની સરખામણીમાં વાંસ બનાવટની માંગ ઓછી થઈ છે. આસુરાના અગ્રણી સંજય ભાઈ પટેલે પ્રથમ લોકડાઉન સમયે 35 જરૂરતમંદ પરિવારો પૈકી દરેકને રૂપિયા 2000 વાંસ લેવા માટે આપી સહાયરૂપ થયા હતા.

વાંસની વિવિધ બનાવટ

 • પલો
 • રોટલા મુકવાની છાબડી
 • ભાત ઝાટકવા માટે સુપડા
 • ડાંગર ભરવા નાના મોટા પાલા
 • વાડી સફાઈમાં પાતરા માટે ઝાલકા
 • મરઘી રાખવાના કંડીયા
 • વીણા પંખો 2ની જોડી
 • શાકભાજી મુકવાની નાની ટોપલી
 • છૂટક શાકભાજી વેચતી મહિલાઓ મોટા ટોપલા મણિકા
 • માછલી પકડવા ચાપ
 • ઉદવાડા, વાપી, સેલવાસ, કપરાડા કોપરલીના વેપારીઓ સ્થળ પર આવી લઈ જાય છે.
અન્ય સમાચારો પણ છે...