ફરીયાદ:ખાંડામાં વરરાજાને કેમ નચાવે છે કહીં ઢીભી નાંખ્યો

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માર મારનાર 4 ઇસમ સામે FIR થઇ

ધરમપુરના ખાંડા ગામના ગાંવિત ફળિયાના રમેશભાઈ જાનુભાઈ ગાંવિત ગત તા.21/05/2022ના રોજ રાત્રે ભત્રીજા મુકેશ સાથે બાજુના દેહવારી ફળીયામાં કેતનભાઈ તથા સુરેશભાઈના લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યા બંને વરરાજાને ઘણા માણસો નચાવતા હતા ત્યારે બૂમાબૂમ અને ઝગડો થતાં જોવા ગયા હતા.

ત્યારે ખાંડાના છોટુભાઈ, જોતેશભાઈ, રાહુલભાઈ ગાંવિત તથા માલનપાડાના વિરુ તેમના ભત્રીજા મુકેશને માર મારતા હતા. જેથી રમેશભાઈ તથા ત્યાં હાજર અન્યોએ મુકેશને મારામારીમાંથી છોડાવી ઘરે લાવતી વખતે ઉપરોક્ત ચારે ઈસમોએ મુકેશને ધમકી આપી હતી. વરરાજાને ઊંચકી નચાવતો હતો.

ત્યારે અચાનક દોડી આવેલા આ ચારે ઈસમોએ વરરાજાને તેના ખભેથીનીચે ઉતારી વરરાજાને કેમ નચાવે છે એમ કહી ઝગડો કરી માર મારવા લાગ્યા હતા. શરીરે મુઢ મારને લઈ દુખાવો થતા મુકેશને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. આ અંગે રમેશભાઈ ગાવીતે ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...