ધરમપુરના તિસ્કરી તલાટ ગામે રાત્રે લગ્નમાં નાચતી વેળા સાળીને ધક્કો મારનાર યુવકને ઠપકો આપનાર બનેવી સહિત 2 પર લાકડબારીના યુવકે હિંસક હુમલો કર્યો હતો.બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ધરમપુરના તિસ્કરી તલાટ પટેલ ફળિયાના યોગેશ રણછોડભાઈ મહાકાળ ગુરુવારે રાત્રે ગામના મધળડેરી ફળીયામાં પત્ની, તથા માસીના છોકરા રાજેન્દ્ર છગનભાઈ પવાર તથા સાળી નિતાબેન સાથે લગ્ન પ્રસંગમાં હાજર હતા ત્યારે ડીજે ઉપર નાચતી વખતે નીતાબેનને ત્યાં હાજર વાંસદાના લાકડબારી નીચલા ફળીયાના જીગર પરભુભાઈ ઠાકર્યાએ ધક્કામુક્કી કરતા યોગેશે આવું કેમ કરો છો એમ કહેતા જીગરે ગાળો આપી કોઈ હથિયાર તેમના હાથમાં મારી દેતા હાથમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
દોડી આવેલા રાજેન્દ્રને પણ જીગરે છાતી, હાથ અને કમરના કોઈ હથિયારથી ઇજા કરી હતી. થોડી વારમાં ભેગા થયેલા લોકોને લઈ જીગર અંધારામાં નાસી ગયો હતો. ત્યારબાદ યોગેશભાઈ તથા રાજેન્દ્રને ધરમપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં યોગેશ મહાકાળએ ધરમપુર પોલીસ મથકે ફરીયાદ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.