તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ધરમપુરથી વાપી આવતી પરિણીતા 2 સંતાન સાથે ગુમ

ધરમપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિયર લાકડળમાળ રહેવા આવી હતી

વાપી ભડકમોરાની 23 વર્ષીય પ્રિયાબેન પ્રવિણભાઇ પટેલ બાર દિવસ પહેલા સાસરેથી પોતાના બે સંતાનો 04 વર્ષીય પુત્રી વૃત્તિબેન અને 01 વર્ષીય પુત્ર મેક્ષભાઈને લઈ પિયર ધરમપુરના લાકડમાળ ધોધ ફળીયામાં આવી હતી. ગત તા.04 ડિસેમ્બરે પ્રિયાબેનની માતા મનિષાબેન પતિ સાથે મજૂરી કામ માટે ગયા હતા. ત્યારે સવારે 10.30 વાગ્યાના સુમારે પ્રિયાબેન પોતાના બન્ને સંતાનોને લઇ પડોશીને વાપી ભડકમોરા સાસરે જાઉં છું એમ કહી નીકળી હતી.

ઘરે આવેલી માતા મનિષાબેને સાંજે ચાર વાગ્યે જમાઈ પ્રવિણભાઈને ફોન કરી પ્રિયાબેન અને બન્ને છોકરાઓ અંગે પૂછતાં તેમણે તેઓ ઘરે નથી આવ્યા એમ જણાવ્યુ હતુ. ભારે શોધખોળ છતાં દિકરી અને તેના બે સંતાનો પત્તો ન લાગતા માતા મનિષાબેને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો