ધરમપુરની વૃદ્ધનો સેવાયજ્ઞ:62 વર્ષીય મહિલાની અનોખી સેવા, દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાની કામગીરી કરે છે

ધરમપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પહેલ ટ્રસ્ટના સથવારે જરૂરતમંદોને ભોજન, રોજગારી સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ

ધરમપુરની દિવ્યાંગ મહિલા 62 વર્ષની જૈફ વયે પણ પહેલ ટ્રસ્ટ ધરમપુરના માધ્યમથી દિવ્યાંગો માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી માનવતા મેહકાવી રહી છે. BA. LLBનો ઉચ્ચ અભ્યાસ ધરાવતી આંશિક બ્લાઈન્ડ આ મહિલા દિવ્યાંગોને ભોજનની વ્યવસ્થા, રોજગારી, કાઉન્સિલિંગ, સરકારી યોજનાની માહિતી, દિવ્યાંગોને નિઃશુલ્ક કાયદાકીય માર્ગદર્શન,દિવ્યાંગ સર્ટિફિકેટ સહિતની સેવા આપી રહી છે. ધરમપુરના અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા આવી રહેલા પહેલ ચેરીટેબલ ટ્રસ્ટમાં છેલ્લા બે વર્ષથી હૈયે સેવાની ભાવના ધરાવતી દિવ્યાંગ મહિલા કિરણબેન વસાણી દિવ્યાંગ સાથે જરૂરતમંદ લોકોને સહાયરૂપ થતી આવી રહી છે.

ટ્રસ્ટના સ્થાપક ઋષિત મસરાણી કહે છે ફોઈનું સગપણ ધરાવતી કિરણબેન વસાણી ગરીબ, નિરાધાર અને એકલા રેહતા ભૂખ્યાને સાંજે વિનામૂલ્યે એક ટંક અન્નની સેવા માટે કાર્યરત અમારા અન્નપૂર્ણા પ્રોજેકટમાં સતત ધ્યાન રાખી દાતાઓના દાન લાવવાની સાથે ક્યારેક નહીં આવેલા જરૂરતમંદને ટિફિન પણ મારી સાથે આવી પોહચાડે છે.

બીજી તરફ અન્નપૂર્ણા પ્રોજકેટમાં બે બહેનોને રસોઈકામમાં કામ અપાવી રોજગારી પુરી પાડવામાં સહાયરૂપ બની છે. સાથે દિવ્યાંગોને ખુરશી ભરત, ફાઇલીંગ બનાવવી સહિત નાનામોટા ધંધા રોજગાર અને દિવ્યાંગોને યોગ્ય જીવનસાથી શોધી લગ્ન કરાવવામાં મદદરૂપ બની રહી છે. આ ઉપરાંત ટ્રસ્ટના સ્વયંસેવકો સાથે વિવિધ સ્થળો પર સહાય વિતરણમાં દિવ્યાંગોનું કાઉન્સિલિંગ કરી નવું બળ પણ પૂરું પાડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...