વર્કશોપ:ચોમાસામાં કેસ વધતા જિલ્લાના 60 તબીબને સર્પદંશ સારવારની તાલીમ

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડૉ. ડી.સી.પટેલે અનુભવનો નિચોડ આપ્યો

ધરમપુરના સર્પદંશ કેસોના નિષ્ણાંત અને નવી બનનારી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વાઇસ ચેરમેન ડૉ. ડી.સી.પટેલે વલસાડ જીલ્લાની સીએચસી અને પીએચસીના તબીબોને સર્પદંશના કિસ્સામાં ફેઈલ થતા પ્રાથમિક શ્વાસમાં આર્ટિફિશિયલ શ્વાસોશ્વાસ માટે કુત્રિમ શ્વાસનળી નાખવા મેનિકવિન ઉપર ઇન્ટયુબેશન(હેન્ડ ટુ હેન્ડ)ની તાલીમ આપી હતી.

ધરમપુરમાં સ્નેક બાઈટ મેનેજમેન્ટ અને સિન્ડ્રોમિક એપ્રોચ ઉપર યોજાયેલા આ બે દિવસીય વર્કશોપમાં 60 મેડિકલ ઓફિસરોને ડૉ. ડી.સી.પટેલે સર્પદંશમાં કરવાની સારવાર, કેસ પ્રેઝન્ટેશન, રસેલ વાઈપર એનવાયરોમેન્ટ અને સર્પદંશના ભોગ બનનારને જરૂરી કુત્રિમ શ્વાસનળી નાખવી સહિતની વિસ્તૃતની તાલીમ આપી હતી.

આ વર્કશોપમાં ઉપસ્થિત ગુજરાત ફોરેસ્ટ્રી રિસર્ચ ફાઉન્ડેશન (GFRF) અને મેમ્બર સેક્રેટરી GEC ગાંધીનગરના ડૉ.મહેશસિંઘે કાર્યક્રમ નિહાળ્યો હતો.આ અવસરે ડૉ. ડી.સી.પટેલે જણાવ્યું હતું કે સર્પદંશના કેસોમાં ઝીરો ડેથ રેટના સંકલ્પ પરિપૂર્ણ કરવા તેઓ સર્પદંશ ઉજાગર અભિયાન, તબીબોને તાલીમ, સ્નેક રેસ્ક્યુઅર તાલીમ સહિતના પ્રયાસ કરી રહ્યા છે.

ચોમાસાની શરૂ થયેલી સીઝનમાં ગ્રામ્ય વિસ્તારમાં મોટા ભાગના કોમન ક્રેટ સહિત સર્પદંશના બનતા કિસ્સામાં નજીકની સીએચસી,પીએચસીમાં સારવાર માટે જતા હોય છે. જ્યાં તબીબો પ્રાથમિક સારવાર આપી વેન્ટિલેટર સહિતની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં રીફર કરવાની સ્થિતિમાં દર્દીનો ચોક્કસ જીવ બચી શકે એમ છે.

એવા આશય સાથે આ વર્કશોપમાં તાલીમ આપી હતી. વર્લ્ડપોપ્યુલેશન ડે ઉજવણી અવસરે યોજાયેલા આ વર્કશોપમાં ઉપસ્થિત ADHO વલસાડ ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે ધરમપુર અને કપરાડા તાલુકાના CHC/PHC ના મેડિકલ ઑફિસરોને સ્નેક બાઈટમાં સિન્ડ્રોમિક ટ્રીટમેન્ટ તાલીમ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...