કુદરતી સૌદર્ય:ધરમપુરના ગિરીમથક વિલ્સન હિલ પર આહલાદક વાતાવરણ માણવા વિકેન્ડમાં પર્યટકોનો જમાવડો

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝરમર વરસાદમાં સહેલાણીઓ રેઇન કોટ, રંગીન છત્રી સાથે સેલ્ફી પડાવી રહ્યા છે

ધરમપુરથી આશરે 25 કીમીના અંતરે આવેલા ગિરિમથક વિલ્સન હિલ ઉપર વિકેન્ડમાં ઉમટી પડેલા સહેલાણીઓએ વરસતા વરસાદ અને ધૂમમ્સભર્યા વાતવરણથી આનંદિત થયા હતા. વરસાદના શિતળ અને ખુશનુમા વાતવરણ વચ્ચે સહેલાણીઓએ વિલ્સન હિલ સહિત આસપાસના વિસ્તારની હરિયાળી અને ચોમાસામાં ખીલી ઉઠેળા સૌંદર્યને નિહાળી સુખદ અનુભવ કર્યો હતો.

વિલ્સન હિલ તરફ જતા લીલાછમ વૃક્ષો ધરાવતા ઓકિસજનના સર્પાકાર રસ્તા ઉપરથી વરસાદ વચ્ચે વાહનોમાં બેસી ઘાટ ચઢવાનો રોમાંચ અલગ જોવા મળ્યો હતો. અસહ્ય બફારાને અંતે શરૂ થયેલા વરસાદમાં રોજિંદા કાર્યથી વ્યસ્ત સહેલાણીઓ બાળકો સહિત પરિવાર સાથે નયનરમ્ય સૌંદર્યને નિહાળી રમણીય દ્રશ્યને સેલ્ફી સહિત કેમેરામાં કંડારી આનંદની અનુભૂતિ કરી રહ્યા છે.

વિલ્સન હિલ ઉપર ધોધમાર વરસાદે પોરો ખાતા દૂર થયેલા ધૂમમ્સને અંતે ઝરમર વરસાદમાં સહેલાણીઓ રેઇન કોટ, રંગીન છત્રીના સથવારે વિલ્સનહિલની કલાત્મક છત્રી સાથે વિતાવેલી યાદગાર પળને સેલ્ફી સહિત કેમેરામાં કંડારી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...