તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ કબજે:ધરમપુરથી ચકલી પોપટનો જુગાર રમતા ત્રણ ઝડપાયા, પોલીસે 25,690 મુદ્દામાલ કબજે કર્યો

ધરમપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ધરમપુર પોલીસે આંબા તલાટમાંથી ચકલી પોપલીનો જુગાર રમી રમાડતા ત્રણને પકડી પાડયા હતા. અને રૂપિયા 25,690નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ધરમપુરના PSI એ.કે.દેસાઈ સ્ટાફે મળેલી બાતમીના આધારે પોલીસે આંબા તલાટના આમલી ફળીયા ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ચકલી પપલીનો હારજીતનો જુગાર રમાડતા આંબાતલાટ રાખા ફળીયાના દિપક ખુશાલભાઈ વાહુત અને જુગાર રમતા આંબાતલાટ ખોરી ફળિયાના મનિષ લખમુભાઈ ગોભાલ, જગદીશ છગનભાઈ માહલાને પકડી પાડયા હતા. પોલીસે ચકલી પોપલીના અલગઅલગ ચિત્ર વાળુકાગળનું બોર્ડ અને ત્રણેની અંગઝડતીના રોકડા રૂપિયા 14,090, દાવના રોકડા રૂપિયા 600 અને જુગાર રમાડનારની થેલીમાંથી રોકડા રૂપિયા 11,000 મળી કુલ રૂપિયા 25,690નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો