કોમી એકતા:પગમાં સડાથી પીડાતા વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડી યુવાનોએ માનવતા મહેંકાવી

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધરમપુરના કથાકાર સહિત મુસ્લિમ યુવાનો આગળ આવ્યાં

ધરમપુરમાં રાત્રે પગમાં સડોને લઈ તકલીફ ઉઠાવી રહેલા એક ઈસમને નિહાળી કથાકાર આશિષભાઈ વ્યાસ, બટુકભાઈ વ્યાસ અને અન્ય સેવાભાવી યુવાઓએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી સહાયરૂપ થઈ માનવતા મહેકાવી હતી.

ધરમપુરના કથાકાર આશિષભાઈ વ્યાસ અને બટુકભાઈ વ્યાસ, હરેન્દ્રસિંહ રાવરાણા રાત્રે ચાલવા નીકળ્યા હતા. આ વેળાએ મામલતદાર કચેરી સામેથી પસાર થતી વખતે રોડ નજીક પગમાં તકલીફ સાથે બેસેલા એક ઈસમને નિહાળી ઉભા રહી ગયા હતા. આ સમયે ત્યાંથી પસાર થતા ફેઝલ મેમણે 108 અને યુવાનોને ફોન કરતા આવી પહોચેલા સેવાભાવી યુવાનો ભાઈઆકાશ જાની, રાહુલ આહીર, આફ્રિદી શેખ, ભરત આહીર અને ફેઝલ મેમણ તેમજ બટુકભાઈ વ્યાસ, આશિષ વ્યાસ, હરેન્દ્રસિંહ રાવરાણાએ ઈસમને એમ્બ્યુલન્સમાં લઇ જવા સહાયરૂપ થઈ હોસ્પિટલમાં પહોચ્યાં હતા. જ્યાં ઇસમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

કથાકાર આશિષભાઈ વ્યાસ અને બટુકભાઈ વ્યાસે ઇસમની સારવાર માટે જરૂર મુજબની સહાય કરવા માટે યુવાનોને તૈયારી બતાવી હતી. આકાશ જાનીએ જણાવ્યું હતું કે ઇસમને પ્રાથમિક સારવાર આપી વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...