દુર્ઘટના:ભાભા ગામે નદીમાં ન્હાવા જતાં સીલ્ધાના યુવક ડૂબ્યો

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુર તાલુકાના ભાભા ગામે નદીમાં ન્હાવા તથા કપરાડા ધોવા માટે ગયેલો કપરાડા તાલુકાના સિલ્ધા ગામનો યુવક ડૂબી જતાં મોત થયું છે. કપરાડાના સીલ્ધા ઉમરપાડા ફળીયાનો ખેતીકામ અને છૂટક મજૂરી કામ કરવા જતો આશરે 36 વર્ષીય નવીનભાઈ નાવજીભાઈ તુમડા ધરમપુરના ભાભા ગામે ઇટના ભઠ્ઠામાં કામ કરવા ગયો હતો. ત્યારે ગત રવિવારે બપોરે ત્રણ વાગ્યે ભાભા માન નદીમાં નાહવા તથા કપડા ધોવા ગયો હતો. તે વખતે નદીના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે એવી જાણ થતા ભાભા આવી પરીવારે મૃતકની લાશને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલના પીએમ રૂમમાં લઈ આવી મૂકી હતી.

જે બાદ મૃતકના પિતા નાવજીભાઈ બુધિયાભાઈ તુમડાએ તેમનો છોકરો ભાભા ગામે માન નદીના પાણીમાં નાહવા તેમજ કપડા ધોવા ગયો હતો.અને નદીના પાણીમાં ડૂબી જવાથી કે કોઈ અગમ્ય કારણસર મરણ ગયો હોવાના ઉલ્લેખ સાથે જાહેરાત ધરમપુર પોલીસ મથકે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...