દુર્ઘટના:ભેસદરા ભૈરવી આશ્રમશાળાનો શિક્ષક લાવરી નદીના પુલ પરથી તણાઈ ગયો

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ વેજલપોરના હિતેશ ટંડેલનો લાકડું કાઢવા જતાં પગ લપસી ગયો

ધરમપુરના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ચેકડેમ, કોઝવે ડૂબાણમાં જતા બંધ થયેલા રસ્તાને લઇ વાહનવ્યવહારને અસર થઈ હતી. ભેસધરા ભૈરવી ફલિયા આશ્રમશાળાના શિક્ષક હિતેશ ગણપત ટંડેલ 33 મૂળ વેજલપોર નવસારી સ્કૂલની બાજુમાંથી પસારથતી લાવરી નદી નાના પુલ પરથી જતા હતા ત્યારે લાંકડું ભેરવાયેલું તે ખેંચતા પગ લપસી જતા ડુંબી ડુંબતા ડુંબતા હાથ ઉંચો કરેલો જે સ્થાનિક વ્યક્તિએ જોતા તંત્રને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં મામલતદાર એચ.એ.પટેલે તાત્કાલિક પાલિકા ફાયરવિભાગના લાશ્કરોને શોધખોળ માટે સ્થળ પર મોકલી આપ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસે જાણ જોગ નોંધ કરી છે, પરંતુ મોડી રાત સુધી શિક્ષકનો કોઈ પત્તો લાગ્યો નથી.

બીજા કિસ્સામાં કેળવણી ગામની લાવરી નદી પર ચેકડેમ કમ કોઝવે ડૂબાણમાં જતા પ્રસુતિ માટે મહિલાને લેવા આવેલી 108ને પરત જવું પડ્યું હતું. ત્યારબાદ પાણી ઓસરી જતા રિક્ષામાં દવાખાનામાં લઇ જવાઈ હોવાની માહિતી મળી છે. મુખ્ય રસ્તાથી કેળવણી જતા રસ્તાના કુલ ત્રણ કોઝવે ડૂબાણમાં જતા અવરજવર બંધ થતાં મુશ્કેલી થતી હોવાથી અહીં પુલ બનાવવા મહિલા સરપંચના પતિ ઉત્તમભાઈ પવારે લાગણી વ્યક્ત કરી હતી. બીજી તરફ સ્થાનિક રહીશના જણાવ્યા પ્રમાણે અંતરિયાળ વિસ્તારના મોહનાકાંવચાળી ગામના ધામણીથી મહારાષ્ટ્રની સીમાને અડીને આવેલા ગામ સુધીના કોઝવે ચોમાસામાં ભારે વરસાદમાં ડૂબાણમાં જતા 15થી20 ગામોને અસર થાય છે. અને ધરમપુર જવા માટે લાંબો ચકરાવો લેવો પડે છે.

આ ઉપરાંત ઉલસપિંડી-કોસબાડી રોડ, હેદરી એપ્રોચ રોડ, પાંડવખડક ચિકારપાડા રોડ, વાંસદા જંગલ મુળગામ એપ્રોચ રોડ, ફૂલવાડી એપ્રોચ રોડ, બામટી-શીશવાડા રોડ, તુતરખેડ- ભવઠાણ જંગલ રોડ,સિદુમ્બર ભતાડી રોડ, આંબોશી ભવઠાણ જોઇનિંગ આવધા-બિલધા રોડ પર બંધ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...