આયોજન:ધરમપુરના તલાટીઓ તિરંગા કાર્યક્રમમાં જ જોડાશે

ધરમપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાખલા સહિત અનેક કામો અટવાયા

ધરમપુર તાલુકા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ ચેતનભાઈ પટેલે તલાટીઓ સાથે આવેદનપત્ર આપ્યા બાદ હડતાળ અંગે માહિતી આપી હર ઘર તિરંગા કાર્યક્રમ તથા ડિઝાસ્ટરની કામગીરી કરવાની વાત કરી અન્ય કામગીરી બંધ રાખવાની માહિતી આપી હતી.

તલાટીઓની હડતાળને લઈ મુખ્યત્વે બાળકોને શાળા માટે જરૂરી જાતિના દાખલા તથા અન્ય કામ માટે પેઢીનામું, જન્મ-મરણ દાખલા , મેરેજ સર્ટી., ખાતર મેળવવા બીપીએલ દાખલા, ઘરવેરા, આયુષ્યમાન ભારત તથા આવાસ યોજના માટે જરૂરી આવકના દાખલા સહિતની વિવિધ બંધ કામગીરી થતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવવાની શક્યતા ઉભી થઇ છે.

તલાટીઓની અચોક્કસ મુદતની હડતાળના પગલે ધરમપુર તાલુકાના અંતરિયાળ ગામના સૈંકડો આદિવાસીઓ પોતાના તલાટી સંબંધિત કામો લઈને આવ્યા હતા. જે અટવાઈ ગયા હતા. આગામી કેટલા દિવસ હડતાળ ચાલશે તે નક્કી નથી.

અન્ય સમાચારો પણ છે...