ભૂકંપ:ધરમપુરના ગામોમાં ભૂકંપના આંચકાથી ઘરોના પતરા ઉખડ્યા

ધરમપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરમપુર તાલુકાના કેટલાક ગામોમાં રાત્રે 8:04 મિનિટના સમયે આંચકા અનુભવાયા હતા. જેને લઈ લોકો ઘરની બહાર આવી ગયા હતા. આંબાતલાટના તાલુકા પંચાયત સભ્ય ધીરુભાઈ ઈકલભાઈ એ જણાવ્યું હતું કે ગામમાં આંચકો અનુભવ્યો હતો.

બોપીના સરપંચ મણિલાલ ભાઈ ગાંવિતના જણાવ્યા મુજબ આ જોરદાર આંચકાથી ઘરોના પતરા ખખડી ઊઠ્યાં હતા. વાંસદા તાલુકાના ખાનપુર, ચોંઢા, મોળાઆંબા સહિત ધરમપુરના બોપી, હથનબારી, હનમતમાળથી જામલીયા સુધી આંચકો અનુભવાયો હતો. ભવાડાના મહિલા સરપંચના પતિ રમેશભાઈ ગાયકવાડે જણાવ્યું હતું કે ભવાડામાં સમયાંતરે એક પછી એક ચાર હળવા આંચકા અનુભવ્યા છે. ખાંડાના સરપંચ હરિભાઈના જણાવ્યા પ્રમાણે આંચકાને લઈ ખુરશીની સાથે મકાન હલી ગયા હતી.

અન્ય સમાચારો પણ છે...