તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધરમપુરથી વાંસદા જતા મુખ્ય માર્ગ પર આવેલા આંબાતલાટ ગામની તાન નદી પુલ પર જોખમી ભાસી રહેલા ખાડાને બંધ કરવાની આવશક્યતા વર્તાઈ રહી છે. દિવસ રાત વાહનોથી સતત વ્યસ્ત આ પુલની વચ્ચે જોવા મળી રહેલા ખાડાને લઇ અકસ્માતની ભીતિ ઉભી થઇ રહી છે. મુખ્યત્વે રાત્રીના સમયે અચાનક વાહનોના વ્હિલ પડવાની સ્થિતિમાં સંતુલન ગુમાવવાની શકયતાથી અકસ્માતની ભીતિને પગલે વાહન ચાલકોમાં આ ખાડો બંધ કરવાની લાગણી ઉભી થઇ છે.
આ પુલ પરથી વ્યારા, આહવા, વાંસદા અને ધરમપુર, વાપી, નાસિક તરફથી આવતા જતા વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં થતી હોય છે. જેને લઇ પુલના વચ્ચેનો આ ખાડો હજી વધુ મોટા ખાડામાં પરીણામે એ પેહલા તંત્ર તાકીદે લોકોની સલામતી અને સુવિધા માટે ખાડાને બંધ કરવાની કામગીરી હાથ ધરે એજ સમયની માંગ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.