ભાસ્કર વિશેષ:વિલ્સન હિલ ખાતે 14થી 16મી સુધી મોન્સૂન ફેસ્ટીવલ યોજાશે

ધરમપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ જંગલ ટ્રેકિંગનું આયોજન

ધરમપુરના ગિરિમથક વિલ્સન હિલ ખાતે આગામી 13થી16 ઓગસ્ટ સુધી આયોજીત મોન્સૂન ફેસ્ટીવલમાં આદિવાસી પરંપરા, સાંસ્કૃતિક કાર્યક્રમ, મેળો,પ્રદર્શન તથા તા. 14 અને 16 ઓગસ્ટના રોજ જંગલ ટ્રેકિંગનું આયોજન કરાયું છે.

જિલ્લા વહીવટી તંત્ર વલસાડ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા તા.13થી 16ઓગસ્ટ સુધી આયોજીત આ પ્રથમ મોન્સુન ફેસ્ટિવલના આયોજન અંગે કલેકટર ક્ષિપ્રા એસ.આગ્રેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે તા.31 જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી પરંપરાનું પ્રદર્શન, ફોરેસ્ટ ટ્રેકિંગ, મેળો, ફોટોગ્રાફી પ્રદર્શન તેમજ વિવિધ વસ્તુઓ અને ખાણી-પીણીના સ્ટોલ લગાવવાની સાથે પર્યટકો માટે પાર્કિંગ, શૌચાલય તેમજ વીજ કનેક્શન અને બીજી જરૂરી વ્યવસ્થાઓનું સુચારુ રૂપે આયોજન કરવા માટે સંલગ્ન વિભાગોને કલેકટરે સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, પ્રાંત અધિકારી ધરમપુર , પ્રાયોજના વહીવદાર, નાયબ વનંરક્ષક ઉત્તર- દક્ષિણ, નાયબ પોલીસ અધિક્ષક, તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.

ફેસ્ટીવલના કાર્યક્રમમાં આ જોવા મળશે
પ્રથમ દિવસ- પેપા નૃત્ય,તુર નૃત્ય, શ્રેષ્ઠા બેન્ડ, બીજો દિવસ- ઘેરૈયા નૃત્ય, શામ ધ બેન્ડ(બૉલીવુડ સોન્ગ), તારપા નૃત્ય, લોક ડાયરો. ત્રીજો દિવસ- ગ્રૂપ સીંગીગ(ગુરુપ્રિતસિંગ), તારપા નૃત્ય, તબલા-વાંસળી વાદક(જુગલબંધી) અને ગુજરાતી ગીતો(તારેશ સોની), ગુજરાતી ગીતો(શિક્ષક કલા વૃંદ). ચોથો દિવસ- ડાંગી નૃત્ય, ફોટોગ્રાફી વર્કશોપ, શામ ધ બેન્ડ (બૉલીવુડ સોન્ગ), માદળ નૃત્ય, શ્રેષ્ઠા બેન્ડ તથા જંગલ ટ્રેકિંગનો કાર્યક્રમ તા.14-08-2022એ ભવાડાથી નાનગામ અને તા.16-08-2022એ શીશુમાળથી હનમતમાળ

અન્ય સમાચારો પણ છે...