રાજકારણ:જાહેરાત બાકી છતાં ધરમપુર કોંગ્રેસમાંથી પૂર્વ સાંસદે ફોર્મ ભર્યુ

ધરમપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પક્ષના મેન્ડેડ વિના કિશન પટેલે ફોર્મ ભરતા વિવાદ થયો

ધરમપુર વિધાનસભા બેઠક માટે હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત કરાઇ નથી છતાં શુક્રવારે કોંગ્રેસના પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલે પાર્ટીના મેન્ડે વિના ફોર્મ ભરતા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. ધરમપુરમાં કોંગ્રસ ઉમેદવારના નામોની ચાલી રહેલી અટકળોને લઈ દાવેદારો મૂંઝવણમાં છે ત્યારે શુક્રવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે સમર્થકો સાથે તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા કલ્પેશ પટેલે પક્ષ મૅન્ડેટ નહીં આપે ત્યાં સુધી ફોર્મ નહિ ભરવાની જાહેરાત કરી જતા રહ્યા હતા ત્યાર બાદ માજી સાંસદ કિશન ભાઇ પટેલ બળદગાડામાં કાર્યકરો સાથે રેલી આકારે મામલતદાર કચેરીએ પહોચી પાર્ટીના મેન્ડેડ વિના ફોર્મ ભરતા કોંગ્રેસમાં વિવાદ સર્જાયો છે.

તા.કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલે જણાવ્યું હતું કે બે દાવેદાર ઉમેદવારોએ અધૂરા ડોક્યુમેન્ટ હોવાથી તેમજ બે દાવેદાર ઉમેદવારોએ જાહેરાત ન થઇ હોવાથી તેમણે ફોર્મ ભર્યુ ન હતું. બીજી તરફ આપ પક્ષના જાહેર ઉમેદવાર કમલેશ પટેલે અગાઉ ફોર્મ લીધા બાદ શુક્રવારે આંબા તલાટના યુવા રાહુલ પટેલે પણ આપ પક્ષના ફોર્મ મેળવ્યા હોવાથી આપ પક્ષમાં વિખવાદની ચર્ચા ઉઠી છે. હવે બે દિવસ ફોર્મ નહીં સ્વીકારી શકાય એમ હોવાથી સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિને ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...