તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:2300 ફૂટ ઊંચા ધરમપુર વિલ્સન હિલને વિકસાવવાની કામગીરી 70 ટકા પૂર્ણ

ધરમપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના ઐતિહાસિક વિલ્સન હિલની કરોડોના ખર્ચે કાયાપલટની પુરજોશમાં ચાલી રહેલી કામગીરી હવે પૂર્ણતાના આરે છે. રાજ્યના ટુરિઝમ વિભાગ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વિલ્સન હિલ વિકાસ યોજના યોજના હેઠળ આ પ્રોજેકટ વર્ષ 2018માં તત્કાલીન વલસાડ ઉત્તર વન વિભાગના ડીએફઓ એમ.આર.ગુજ્જર અને ધરમપુરના આરએફઓ વ્યાસના માર્ગદશનમાં શરૂ થયો હતો.

બે તબક્કાની આ કામગીરી અંતર્ગત 2020માં વલસાડ ઉત્તરના યુવા ડીએફઓ યુવરાજસિંહ ઝાલા અને ધરમપુર આરએફઓ હિરેન પટેલ અને પંગારબારીના આરએફઓ એચ.એસ.પટેલની નિગરાનીમાં શરૂ થઈ બે તબક્કામાં પૂર્ણતાના આરે છે.

પંચગીની, મહા બલેશ્વર હિલસ્ટેશનને ટક્કર આપતું દરિયાની સપાટીથી 2300 ફૂટ ઊંચાઈ પર આવેલા પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર વિલ્સન હિલના વિકાસમાં ટેબલ પોઇન્ટ, હોટેલ- રેસ્ટોરાં, છત્રી સાથે લેન્ડસ્કેપ, વોકવે સહિત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠતા અહીંના કુદરતી સૌંદર્યને નિહાળવા સેહલાણીઓ ઉમટી પડતા હોય છે.ફોટો સ્ટોરી: રફીક શેખ, હિમાંશુ પંડ્યા

આંકડાકીય માહિતી
291.18200491.18137
લાખ પ્રથમ તબક્કામાં ખર્ચલાખ બીજા તબક્કામાં ખર્ચલાખના કુલ ખર્ચે વિકસાવાશે

લાખ પાણી- વિજળી માટે ખર્ચ

- વોકવે - સીસીરોડ - રેલિંગ ઓન લેક સાઈડ -ટોયલેટ બ્લોક - પાર્કિંગ એરિયા - પ્રોટેક્શન વોલ વિથ વિથ રેલિંગ - પાણીની સુવિધા - ઓપન સીટીંગ - લેન્ડ સ્કેપિંગ - ચેનલિંગ ફેન્સ - તળાવના સ્થાને પાર્કિંગ બનાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...