6 લાખનો માલ કબજે:ધરમપુરના ભાંભા ગામથી19 ભરેલા અને 38 ખાલી ગેસ સિલિન્ડર સાથે ટેમ્પો ઝડપાયો

ધરમપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારની ટીમે બાતમી આધારે રેડ કરી 6 લાખનો માલ કબજે કર્યો

ધરમપુરના નવ નિયુક્ત મામલતદાર એફ.બી.વસાવાએ મળેલી બાતમીના આધારે સર્કલ ઓફિસર ધરમપુર ગજેન્દ્ર ભોરસઠ તથા ના.મામલતદાર પુરવઠા પ્રીતિબેન પટેલ સાથે ભાંભા ગામે ઉભેલા પિકઅપ ટેમ્પો નંબર MH-15-GV-9879માં કરેલી તપાસમાં પરવાનગી વિનાના ખાલી તથા ભરેલા ગેસ સિલિન્ડરનો જથ્થો મળી આવ્યો હતો.

ટેમ્પો તથા નજીકના ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા ઘરમાંથી રાંધણ તથા વાણિજ્યકના 38 ખાલી તથા ભરેલા 19 મળી કુલ 57 ગેસ સિલિન્ડર આ તપાસમાં મળી આવ્યા હતા. મામલતદાર તથા ટીમે રૂપિયા 1,10, 235 કિંમતના 57 સિલિન્ડર તથા પિકઅપ ટેમ્પો કિંમત રૂપિયા 5,78,000મળી કુલ રૂપિયા 6,88,235 રૂપિયાનો મુદ્દામાલ સિઝ કરી સિલિન્ડરને ધરમપુરની ગેસ એજેન્સી ગોડાઉનમાં તથા પિકઅપ ટેમ્પોને પોલીસ મથકે સોંપી સીઝ કરાયેલા મુદ્દામાલ અંગેનો રિપોર્ટ વલસાડ કલેકટરને મોકલ્યો હતો.

હોટેલા અને દુકાનોમાંથી પણ 17 સિલેન્ડર કબજે લીધા
મામલતદાર તથા સર્કલ ઓફિસર, ના.મામલતદાર પુરવઠા રેવન્યુ તલાટીઓએ આ સાથે ધરમપુરમાં વિવિધ હોટલ, લારીઓ તથા ફરસાણની દુકાનોમાં હાથ ધરેલી તપાસમા રૂપિયા 17,000ની કિંમતના 10 કોમર્શિયલ તથા રૂપિયા 6255ની કિંમતના 07 ડોમેસ્ટિક ખાલી ગેસ સિલિન્ડર મળી આવતા સિઝ કરી એજેન્સી ગોડાઉનમાં સોંપી દેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...