તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપીલ:ધરમપુરમાં વેપારીઓને વેક્સિન લેવા તંત્રની અપીલ

ધરમપુર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રાંત અધિકારીએ બેઠકમાં સૂચના આપી

ધરમપુરમાં પ્રાંતઅધિકારી કેતુલ ઇટાલિયાની અધ્યક્ષતામાં કોરોના કેસો સામે સાવચેતીના પગલાં અંગે શાકભાજી/કરીયાણાના વેપારીઓ, હોટલ સંચાલકો, પૂજારીઓની બેઠકમાં પ્રાંત અધિકારીએ વેક્સિનસ લેવા માટે અપીલ કરી હતી. પ્રાંત અધિકારીએ વેક્સીનેશન લેનારાઓની માહિતી લઈ બાકી રહેનારાઓને તાકીદે વેકસીન લેવા માટે અનુરોધ કર્યો હતો.

મામલતદાર એચ.એ.પટેલ, PSI એ.કે.દેસાઈ, TDO એચ.બી.પટેલ, સીઓ મિલન પલસાણા, પાલિકા પ્રમુખ જ્યોત્સનાબેન દેસાઈ, આરોગ્ય વિભાગની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયાએ શાકભાજી/કરીયાણા વેપારી, હોટલ સંચાલકોને વેકસીન લેવાથી પોતાની તથા પરિવાર અને સાથીકર્મી સલામત રહી શકે એમ જણાવી અગામી મંગળવારે મેરેજ હોલ તથા સાયન્સ સેન્ટરમાં વેકસીન કેમ્પ આયોજન કરી વેકસીન લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રાંત અધિકારીએ સોમવારના હાટબજારમાં છુટા બેસાડવા અને માસ્ક/સોશિયલ ડિસ્ટનસનું પાલન કરાવવા સીઓને સૂચન કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો