આબાદ બચાવ:ધરમપુરમાં કૂવામાંથી ગાયનું ફાયર વિભાગનું સફળ રેસ્ક્યુ

ધરમપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના રાજપુરી તલાટ ગામે કૂવામાં ખાબકેલી ગાયને ધરમપુર પાલિકા ફાયર વિભાગના લાશ્કરો તથા સ્થાનિકોએ સહીસલામત બહાર કાઢી હતી. કોઢારમાં બાંધેલી ગાય દોરડું તૂટી જતા ચરવા નીકળી ગયા બાદ ગફલતમાં નજીકના કુવામાં ખાબેકેલી ગાયનું આશરે પાંચ કલાકની ભારે જહેમતને અંતે સફળ રેસ્ક્યુ કરાયું હતું.

ધરમપુર ફાયર વિભાગને સ્થાનીકોએ જુના કુવામાં ખાબકેલી ગાય અંગે રૂબરૂ કરેલી જાણને લઈ લાશ્કરો ફાયર ટેન્ડર સાથે રાજપુરી તલાટ ગામના દેસાઈ ફળીયામાં દોડી ગયા હતા. અને આશરે 45થી50 ફૂટ ઊંડા કૂવામાં સ્થાનિકો સાથે દોરડા લઈ ઉતર્યા હતા. કુવાના ઓછા પાણીમાં ઉતરી ગાયને ઇજા નહીં થાય એનું ધ્યાન રાખી બાંધ્યા બાદ આશરે પાંચ કલાકને અંતે ગાયને બહાર કાઢી હતી.

લાશ્કરોના જણાવ્યા મુજબ ગાયનો અવાજ સાંભળી સ્થાનિકોએ તેને કાઢવા પ્રયાસ કર્યા બાદ ફાયર વિભાગને જાણ કરી હતી. સદનસીબે કૂવામાં ખાબકેલી ગાયને કોઈ ઇજા નહીં થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...