વન સંરક્ષણની કામગીરી:ધરમપુર-કપરાડા રીઝર્વ ફોરેસ્ટમાં અતિક્રમણ રોકવા અને વૃક્ષોને બચાવવા SRPનું પેટ્રોલિંગ

ધરમપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જંગલોમાં હથિયાર સાથે પેટ્રોલિંગ. - Divya Bhaskar
જંગલોમાં હથિયાર સાથે પેટ્રોલિંગ.
  • ચોમાસામાં જંગલની જમીનમાં વાવેતર ન થાય એ માટે બે માસ સુધી જવાબદારી

વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં અનામત જંગલની જમીનો સૌથી વધુ આવેલી છે. જોકે, દર ચોમાસે સ્થાનિક આદિવાસી દ્વારા રીઝર્વ ફોરેસ્ટમાં અતિક્રમણ કરીને ડાંગર સહિત અન્ય પાકની વાવણી કરતા હોય છે જેથી કરીને ધર્ષણની સ્થિતિ ઉદભવતી હોય છે. જેને લઇને ચોમાસાની સીઝનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વન સંરક્ષણની કામગીરીમાં તકેદારીના ભાગરૂપે વન વિભાગના સ્ટાફ સાથે એસઆરપીનો બદોબસ્ત ગોઠવી દેવાતો હોય છે.

હાલ ધરમપુર અને કપરાડા તાલુકાના સંવેદનશીલ વિસ્તારમાં એસઆરપી જવાન પેટ્રોલિંગમાં જોતરાયા હોવાની માહિતી પંગારબારી રેન્જના આરએફઓએ આપી હતી. ચોમાસામાં જંગલ વિસ્તારને નવ પલ્લવીત કરવા વાવેતરની કામગીરી દરમ્યાન બિન અધિકૃત ખેડાણ તથા દબાણ અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે વલસાડ ઉત્તર વન વિભાગના ધરમપુર, હનમતમાળ તથા પંગારબારી રેન્જમાં અનુક્રમે બે મળી કુલ છ એસઆરપી જવાનોની ફાળવણી થઈ હોવાની માહિતી મળી છે.

ધરમપુરના પંગારબારી રેન્જના આરએફઓ હીનાબેન પટેલના જણાવ્યા પ્રમાણે ત્રણ રેન્જમાં રેન્જ દીઠ ફાળવણી કરાયેલા બે એસઆરપીના જવાનો વન વિભાગની ટીમ સાથે દિવસ-રાતના પેટ્રોલીંગમાં જઈ રહ્યા છે. ચોમાસામાં વાવેતરની કામગીરી પૂર્વે ઉનાળામાં ખાડાઓ સહિતની એડવાન્સ વર્કની કામગીરી પૂર્ણ કરી દેવાયા બાદ ચોમાસાની ઋતુમાં વાવેતરની કામગીરી પુરજોશમાં કરવામાં આવતી હોય છે. ત્યારે એસઆરપી જવાનો પણ ચોમાસાના બે મહિના રાઉન્ડ પ્રમાણે દૈનિક કામગીરી વન વિભાગની સાથે કરતા હોવાની માહિતી આરએફઓએ આપી હતી.

રેંજમાં જરૂરિયાત મુજબ એસઆરપી ટુકડી બોલાવાય છે
નાનાપોઢા રેંજ વિસ્તારમાં ત્રણ એસઆરપી જવાન એડવાન્સમાં મુકાયા છે. કોઈ જગ્યા પ્લાન્ટેશન દરમ્યાન વિવાદો ઉભા થાય અથવા જંગલ જમીનના હક્કો ખાલી કરવા માથાકૂટ થાય ત્યારે જરૂર પડે છે. બાકી આમ તો આર્મીની કોઈ જગ્યાએ હાલ જરૂરિયાત ઉભી થઇ નથી. એસઆરપીને જુદીજુદી રેંજમાં જરૂરિયાત મુજબ બોલાવવામાં આવે છે. નાનાપોઢા રેંજ વિસ્તારમાં હાલ આર્મીની કોઈ જગ્યા ઉપર જરૂરિયાત પડી નથી. રેંજ ખાતાના સ્ટાફ હાલ સક્ષમ છે. હાલ એવું કોઈ જગ્યા ઉપર ઘર્ષણ થયું હોય એવો કોઈ બનાવ પણ બન્યો નથી. નાનાપોઢાના પાનસમાં હાલ એસઆરપીનો બેઝ કેમ્પ રખાયો છે. > અભિજિતસિંગ રાઠોડ,નાનાપોઢા આરએફઓ

અન્ય સમાચારો પણ છે...