તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બોપી સરપંચની પાર્ક કરેલી કારમાં રાત્રે કોઈકે આગ ચાંપી

ધરમપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાર પાસે અર્ધ બળેલી બોટલને માચીસ મળી આવી

ધરમપુરના બોપીના સરપંચ મણીલાલ દલુભાઈ ગાંવીતે રાત્રીના તેમની કારને તેમના ઘરની બાજુમાં બે ગાળાના બનાવેલા શેડમાં પાર્ક કરી અગીયાર વાગ્યે સુઈ ગયા હતા. ત્યારબાદ રાત્રીના આશરે એક વાગ્યાના સુમારે કારમાં અચાનક ધડાકો થતા મણીલાલભાઈ તેમની પત્ની અને પિતા જાગી ગયા હતા. અને કાર પાસે જતા કારની ડ્રાઇવર સાઈડે વ્હિલ પાસે તથા ડ્રાઇવર સીટ પાસે આગળના ભાગે આગ લાગેલી જોવા મળી હતી. જેથી તેમણે ઘરમાંથી ચાવી લાવી રિમોટથી લોક ખોલી ચારે દરવાજા ખોલી નાખ્યા હતા. અને ઘર પાસેના ભૂગર્ભ ટાંકીમાંથી પરીવારે ડોલથી પાણી છાંટી આગ ઓલવી હતી.

તપાસ કરતા કાર પાસે એક નાની પ્લાસ્ટિકની બોટલ અર્ધ બળેલી હાલતમાં અને માચીસ પડેલી જોવા મળી હતી. અને બોટલમાં જોતા કેરોસીન જેવી વાસ આવી હતી. જેથી આ અંગે મણીલાલભાઈ ગાંવીતે અત્રેના પોલીસ મથકે તેમની કારને કોઈક વ્યક્તિએ પ્લાસ્ટિકની બોટલમાં કેરોસીન લાવી ટાયર પર છાંટી સળગાવી નાશી છૂટ્યો હોવાની અને કારના વ્હિલ તથા ડેશબોર્ડ તથા કાચ સળગી જતા આશરે રૂપિયા એક લાખનું નુકશાન થયું હોવાની ફરીયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો