શંકરધોધ:વાઘવળનો શંકરધોધ નવા નીર સાથે સોળે કળાએ ખીલી ઉઠ્યો

ધરમપુર3 મહિનો પહેલાલેખક: રફિક શેખ
  • કૉપી લિંક
  • ધરમપુરના પર્યટક સ્થળ વિલ્સન હિલથી માત્ર પાંચ કિમી દૂર

ધરમપુરથી 25 કિમીના અંતરે આવેલા વિખ્યાત હિલસ્ટેશન વિલ્સન હિલથી નજીક આશરે પાંચ કિમી અંતરે વાઘવળ ગામનો શંકરધોધ તાલુકામાં પડેલા ભારે વરસાદને લઇ સક્રિય થયો છે. પંથકમાં થઈ રહેલી અવિરત વર્ષાને લઈ નવા નીર સાથે સક્રિય થયેલા ધરમપુરના અનેક ધોધ પૈકી શંકરધોધમાંથી નીચે તળેટીમાં પડી રહેલા નવા દુધિયા નીરને નિહાળવા પર્યટકો ઉમટી રહ્યા છે. વરસાદી નીરને લઈ સોળે કળાએ ખીલી ઉઠતા શંકરધોધના નયનરમ્ય સૌંદર્ય નજીક પર્યટકો સેલ્ફી સહિત નયનરમ્ય દ્રશ્યને કેમેરામાં અચૂક કંડારતા જોવા મળી રહ્યા છે.

અસહ્ય ગરમીના અનુભવના અંતે શરૂ થયેલા વરસાદને લઈ પર્યટકો વરસતા વરસાદમાં રેઇનકોટ, છત્રી સાથે આહલાદક સ્થળ ઉપર આવી શીતળતાના અનુભવ સાથે હર્ષ મિશ્રિત રાહતનો અનુભવ કરી રહ્યા છે. પર્યટકોને આકર્ષિત કરતા આ ધોધના વિકાસ અને પર્યટકોની સુરક્ષા અને સુવિધા માટે પણ જરૂરીયાત જણાઈ રહી છે. અહીં તંત્ર રસ દાખવી પ્રવાસીઓ માટે પાર્કિંગ અને બેસવાની વ્યવસ્થા, શૌચાલય, ધોધને નિહાળવા નીચે જવા સુરક્ષા માટે રોલિંગ સાથે પગથિયા સહિતની વ્યવસ્થા ઉભી કરે એવી આવશક્યતા જણાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...