તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધરમપુરના એક ગામની સગીરાનું અપહરણ, મળસ્કે ઘરેથી નીકળી ગઇ

ધરમપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ધરમપુરના એક ગામની 16 વર્ષીય સગીરાના અપહરણની ફરીયાદ તેણીના પિતાએ ધરમપુર પોલીસ મથકે આપી છે. ધરમપુરના એક ગામની સગીરા ગત તા.20 નવેમ્બરની વહેલી સવારે ચાર વાગે ઘરના કોઈ પણ સભ્યને કહ્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી. જે બાદ આજુબાજુ તથા ગામમાં તપાસ અને શોધખોળ કરતા તેણી નહીં મળી હતી. ત્યારબાદ પરીવારે ગામ તથા આજુબાજુના ગામ તેમજ સગા-સંબંધીઓને ત્યાં સગીરાની તપાસ કરતા તેણીની નહીં મળેલી કોઈ ભાળને લઇ આખરે સગીરાના પિતાએ 25 નવેમ્બરે ધરમપુર પોલીસ મથકે તેમની 16 વર્ષ 2માસની દીકરીને કોઈ અન્ય વ્યક્તિ તેમના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરીયાદ આપી છે. ગુજરાતી અને હિન્દી ભાષા જાણતી રંગે ગોરી મધ્યમ બાંધાની સગીરાએ આછા લીલા રંગનું પંજાબી ડ્રેસ પહેર્યું હોવાનું વર્ણન સગીરાના પિતાએ પોલીસ મથકે આપ્યું છે. પોલીસે અપહરણનો ગુનો નોંધીને સગીરાની શોધખોળ માટે મિત્ર અને સબંધીઓને ત્યાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...