વ્યવસ્થા:ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં RTPCR લેબ શરૂ, 3 દિ’માં 1168 ટેસ્ટ કરાયા

ધરમપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં કુલ 23 દર્દી કોરોના સંક્રિત નિકળ્યા

જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે ધરમપુર જેવા આદિવાસી વસતી ધરાવતા નગરમાં કોરોના ટેસ્ટ માટે ખાસ લેબ શરૂ કરી છે. ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં કોવિડ-19 સંક્રમણને લઇ RTPCR લેબોરેટરી શરૂ કરવામાં આવી છે.જેને લઈ ધરમપુર અને તેની આજુબાજુના વિસ્‍તારોના લોકો સરળતાથી કોવિડ-19ના RTPCR ટેસ્‍ટની તપાસ કરાવી સમયસર સારવાર મેળવી કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ બની શકશે.

આ નવી શરૂ કરવામાં આવેલી લેબમાં 10જાન્યુઆરીએ 372, 11 તારીખે 161,12 તારીખે 323 અને 13 તારીખે 312 મળી કુલ 1168 આર.ટી.પ .સી.આર. ટેસ્‍ટનું પરીક્ષણ કરવામાં આવ્‍યું છે. જેમાં તા.10મીએ 05, 11મીએ 04, 12મીએ 09 અને 13મીએ 05 મળી કુલ 23 પોઝીટીવ રીપોર્ટ આવ્‍યા હતા.

પોઝીટીવ આવેલા તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. વલસાડ જિલ્લામાં આવેલા તમામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, સબ ડિસ્‍ટ્રિકટ હોસ્‍પિટલ તેમજ સિવિલ હોસ્‍પિટલ, વલસાડ ખાતે આર.ટી.પ .સી.આર. ટેસ્‍ટ અને રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવે છે. જેનો વધુમાં વધુ લોકોને લાભ લેવા મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી, વલસાડ દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...